Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ઉભેલા વાહનથી પણ અકસ્માત સંભવ : વળતરનો આદેશ

સુપ્રિમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી તા. ૯ : સુપ્રિમ કોર્ટે એક મહત્વના ફેંસલામાં કહ્યું છે કે, ઉભેલું કે અટકેલુ મોટરવાહન પણ દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ ટિપ્પણી સાથે કોર્ટે ઉભેલા ટ્રેકટરથી માર્યા ગયેલા વ્યકિતના પરિવારજનોને વળતર આપવાનો આદેશ આપ્યો છે.

ફેંસલામાં સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, મોટર વ્હીકલ એકટની કલમ ૧૬૫ હેઠળ કેસ વળતરનો બને છે.

આ મામલામાં એક વ્યકિતનું મોત ત્યારે થયું કે જ્યારે ખેતી કુવાની ખોદકામગીરી વખતે થઇ રહેલા વિસ્ફોટોથી ઉછળેલા પથ્થર ૩૦૦ મીટર દુકાન પર ઉભેલા શિક્ષકના માથા પર પડયા. આ વિસ્ફોટો માટે બ્લાસ્ટીંગ સિસ્ટમમાં ટ્રેકટરથી બેટરી કાઢી તેનો પ્રયોગ થતો હતો.

સુપ્રિમ કોર્ટ સમક્ષ મુદ્દો હતો કે શું ઉભેલા ટ્રેકટરથી અલગ કરાયેલી બેટરીથી ચલાવાતા બ્લાસ્ટીંગ મશીનના વિસ્ફોટથી થયેલી દુર્ઘટના મોટર વાહન એકટની કલમ ૧૬૫ હેઠળ વાહનના ઉપયોગથી થયેલી ગણાય કે નહિ ? બીજો મુદ્દો એ હતો કે શું વિસ્ફોટ માટે ટ્રેકટરનો ઉપયોગ કોમર્શિયલ હતો અને તે વીમા પોલિસીની વિરૂધ્ધ હતો. જેમાં કહેવાયું હતું કે, એ વાહનનો કોમર્શિયલ ઉપયોગ કરી ન શકાય. તે કૃષિ કાર્ય માટેનું ન્હોતું ટ્રીબ્યુનલે ૯.૩૦ લાખનું વળતર મંજુર કર્યું હતું. વીમા કંપનીએ દલીલ કરી હતી કે ટ્રેકટર ઉભું હતું અને તેનો ઉપયોગ બ્લાસ્ટીંગ માટે નહોતો થતો. માત્ર બેટરી વાપરવામાં આવી હતી તેથી કલમ ૧૬૫ લાગુ ન પડે. ૧૬૬ હેઠળ વળતર માંગી ન શકાય.

(11:36 am IST)