Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

નાના કરદાતાઓ પર ઓફિસરો કડક પગલા ન ભરે

સીબીડીટી એ કહ્યું કે, બિનજરૂરી પોર્સ્ટમોર્ટમ પર અંકુશ લગાવે આયકર વિભાગ

નવીદિલ્હી, તા.૯: સીંબીડીટીએ આયકર વિભાગને નાના કરદાતાઓ પર સખત વલણ ન અપનાવાનો નિદેશ આપ્યો છે. સીબીડીટીએ કહ્યું કે વિભાગ સામાન્ય કરદાતાઓને અયોગ્ય કારણ પર અંકુશ લગાવે અને ભુલ કરનાર અધિકારીઓ પર  કાર્યવાહી કરે.

 

બોર્ડ સખ્ય આદેશ આપ્યો છે કે તેઓ સામાન્ય કરદાતા વિરૂધ્ધ થનારા કઠોર કાર્યવાહી પર રોક લગાવે. આવા આદેશ આપનાર તથા આ આદેશોનું ઉલ્લેધન કરતા અધિકારીઓની બદલી કરવામાં આવે તેમજ તેના પર કડક કાર્યવાહી કરવી જોઇએ. સીબીડીટી આયકર વિભાગ માટે નીતીઓ નકકી કરનાર સવોચ્ચ નિગમ છે.

સીબીડીટી ચેરમેન સુશીલચંદ્રએ આયકર વિભાગના દરેક ક્ષેત્રીય પ્રમુખોને એક પત્ર લખીને આદેશ આપવામાં આવ્યા છે. પત્રમાં ૨૦૧૫માં શરૂ કરેલ અભિયાનની અફળતા પર ચિંતા વ્યકત કરવામાં આવી છે આ અભિયાનનો હેતું કરદાતાઓની આ પ્રકારના અયોગ્ય ચાકલન સાથે જોડાયેતી ફરીયાદોનું નિવારણ કરવાનું હતું.

બોર્ડ કહ્યું કે કરના પોર્સ્ટમાર્ટમમાં ગંભીરતા વગર અતિરિકત આવકને જોડી દેવામાં આવે છે.

મગજ પર વધુ જોર આપવામાં આવતો નહિ. અને મામલાને નકકી કરવામાં ગંભીરતા દેખાડવામા આવી રહી નથી તેનાથી અનેક સમસ્યા થઇ રહી છે.(૨૨.૭)

(11:35 am IST)