Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના ઘરે તસ્કરોએ હાથ સાફ કર્યો

ચેન્નાઇ તા. ૯ : પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી પી ચિદમ્બરમના ગ્રહો આજકાલ સારા ચાલતા ના હોય તેમ લાગે છે. એક તરફ ચિદમ્બરમ INX મીડિયા કેસમાં કાનૂની લડાઈ રહ્યા છે તો બીજી તરફ તેમના ઘરે તસ્કરો ત્રાટકયા છે. ચિદમ્બરમના તામિલનાડુ ખાતે આવેલા નુંગમબક્કમ સ્થિત ઘરમાં થયેલી ચોરીમાં તસ્કરો ડાયમંડની જવેલરી અને ૧.૧૦ લાખ રૂપિયા રોકડા લઈને રફૂચક્કર થઈ ગયા છે. આ પહેલા તેમના નજીકના એક સબંધીની હત્યા થઈ ગઈ છે. શિવમૂર્તિ નામના ગારમેન્ટ એકસપોર્ટર ચિદમ્બરમના નજીકના સબંધી છે. જેઓ ૨૪ જૂને અચાનક ગાયબ થઈ ગયા હતા. એ પછી ૨૫ જૂને તેમના પરિવારે પોલીસને જાણ કરી હતી. ૩ હત્યારાઓએ તેમના સબંધીની હત્યા કરીને લાશ એક તળાવમાં ફેંકી દીધી હતી.

(10:18 am IST)