Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જીઓ ગીગા ફાઇબર સર્વિસનું રજીસ્‍ટ્રેશન કરાવવા માટે લાંબી લાઇનમાં ઉભુ નહીં રહેવુ પડેઃ વોટ્સએપ નંબર જાહેર

જીઓ ગિગાફાઈબર કે જેની લાંબા સમયથી વાત ચાલતી હતી તે હવે ટૂંકજ સમયમાં આવી રહ્યું છે અને તે પણ 100mbps ની સ્પીડ સાથે ,જી હા મિત્રો આ સાચી વાત છે જીઓ ગીગા ફાઈબર અને એ પણ 100mbps ની સ્પીડ સાથે જ હવે તેનું રજીસ્ટેશન પણ એકદમ સરળ બની ગયું છે તેના માટે તમારે કોઈ લાંબી લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી કે કોઈ સેન્ટર પર જઈને મુલાકાત કરવાની જરૂર નથી ,જાણો શું છે તેની સમગ્ર પ્રોસેસ……

જિઓ ગીગા ફાઈબર સર્વિસનું રજિસ્ટ્રેશન વોટ્સ અપના માધ્યમથી પણ કરાવી શકાય છે. તેના માટે કંપનીએ 7000870008 નંબર રિલીઝ કર્યો છે. કંપનીનો દાવો છે કે, આ સર્વિસ દેશની સૌથી ઝડપી બ્રોડબેન્ડ સર્વિસ છે. તેમાં ઇન્ટરનેટની સ્પીડ 100Mbpsથી લઈને 1Gbps સુધી મળશે. આ બ્રોડબેન્ડની મદદથી વોઇસ કોલ્સ, કોન્ફરન્સ, ઇન્ટરનેશનલ કોલિંગ, ટીવી, એન્ટરટેઇન્મેન્ટ OTT એપ્સ, ગેમિંગ, હોમ નેટવર્કિંગ, ડિવાઇસ સિક્યોરિટી, વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અનેક સુવિધાઓ મળશે.

વોટ્સએપનાં માધ્યમથી રજિસ્ટ્રેશન

સૌ પ્રથમ ફોનમાં 7000870008 નંબર સેવ કરી લો.
વોટ્સએપ ઓપન કરીને કોન્ટેક્ટ લિસ્ટ રિફ્રેશ કરો.
હવે 7000870008 નંબરને સેવ કરેલા નામથી સર્ચ કરો.
ચેટ ઓપન કરીને તમારે ટાઈપ કરેલો HELLO મેસેજ સેન્ડ કરવાનો રહેશે.
આમ કરવાથી જિઓ ફાઈબરનો ફોટો, યૂ-ટ્યુબ વીડિયો, બ્રોશર અને રજિસ્ટ્રેશનની લિંક આવશે.
www.jio.com/fiber લિંક પર ક્લિક કરીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
રજિસ્ટ્રેશન માટે આ સ્ટેપ્સ ફોલો કરો

રજિસ્ટ્રેશન માટે www.jio.com પર જાઓ અથવા MyJio એપ ડાઉનલોડ કરો. Jio Fiberના પેજ પર ક્લિક કરો.
પેજ ઓપન થયા બાદ યુઝરે પોતાનું લોકેશન કન્ફ્રર્મ કરવાની રહેશે.
ત્યારબાદ યુઝરે પોતાનું નામ, ફોન નંબર અને ઇમેઇલની ડિટેઈલ આપીને જનરેટ OTP પર ક્લિક કરવાનું રહેશે.
યુઝરે OTP નાખી તેને વેરિફાય કરવાનું રહેશે
ત્યારબાદ ફરી એક વાર અડ્રેસ સબમિટ કરીને પ્રોસેસ કરો.
તમારા એડ્રેસ પર જિઓ ગીગા ફાઈબરનું રજિસ્ટ્રેશન થઇ જશે. ત્યારબાદ કંપની તમારો સંપર્ક કરશે.

(5:29 pm IST)