Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમૂલ ગાયના દૂધના ભાવમાં હાલ કોઇ વધારો કરશે નહીં

પરાગ ડેરી ગાયના દૂધના ભાવ વધારવા અંગે આગામી સપ્તાહે યોગ્ય નિર્ણય કરશે

નવી દિલ્હી તા.૭: મુખ્ય ડેરી કંપની અમૂલ પોતાના ગાયના દૂધની કિંમતમાં વધારો કરશે નહીં, જયારે પરાગ મિલ્ક ફૂડ્સ આ મામલે આગામી સપ્તાહે વિચાર કરશે, જોકે અમૂલના ગાયના દૂધનો ભાવ પહેલાંથી જ રૂ.૪૪ છે, જ્યારે પરાગ મિલ્કતના ગાયના દૂધનો ભાવ પ્રતિલિટર રૂ.૪૮ છે.

ગુરૂવારે મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં ગાયના દૂધની કિંમત પ્રતિલિટર રૂ.બે વધારીને રૂ.૪૪ કરી છે. કંપની કાચા દૂધની ખરીદી માટે ખેડૂતોને વધુ ભાવ ચૂકવી રહી છે, જોકે મધર ડેરીએ અન્ય દૂધના ભાવમાં કોઇ વધારો કર્યો નથી.

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની પ્રોડકટનુ માર્કેટિંગ કરનાર કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી આર.એસ.સોઢીએ જણાવ્યું છે કે ગાયના દૂધની કિંમત હાલ વધારવાની અમૂલની કોઇ યોજના નથી. પરાગ મિલ્ક ફૂડ્સના ચેરમેન દેવેન્દ્ર શાહ જણાવ્યું હતું કે કંપની આ મુદ્દે આગામી સપ્તાહે વિચાર કરી શકે છે. તેમણે જણાવ્યું કે અમારા ગાયના દૂધની કિંમત પહેલાંથી જ પ્રતિલિટર રૂ.૪ વધુ એટલે કે રૂ.૪૮ છે.

(3:36 pm IST)