Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ચંદ્રયાન-૨: ૧૫ મિનિટમાં કેવી રીતે માર્ગ ભટકી ગયું ઇસરોનું લેન્ડર વિક્રમ?

લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટતાં ઇસરોના કન્ટ્રોલ રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો અને વૈજ્ઞાનિકોના ચહેરા ઉદાસ થઈ ગયા

નવી દિલ્હી, તા.૭: ભારત (India)ના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-૨ (Chandrayaan 2) શુક્રવાર મોડી રાત્રે ચંદ્ર (Moon)ની સપાટીથી માત્ર ૨.૧ કિલોમીટરના અંતરે આવીને પોતાનો માર્ગ ભટકી ગયું. આ વાતની આશંકા પહેલા જ કરવામાં આવી રહી હતી કે લેન્ડર વિક્રમ (Lander vikram)ને ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલાની ૧૫ મિનિટ દ્યણી મહત્વપૂર્ણ હશે. લેન્ડર વિક્રમને મોડી રાત્રે લગભગ ૧:૩૮ વાગ્યે ચંદ્રની સપાટી પર લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો, પરંતુ ચંદ્રની સપાટી પર પહોંચવાના ૨.૧ કિમી પહેલા જ તેનો ઇસરો (ISRO) સાથે સંપર્ક તૂટી ગયો. હજુ પણ વિક્રમ અને પ્રજ્ઞાન સાથે સંપર્કની આશાઓ જીવંત છે પરંતુ આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવો જાણીએ અંતિમ ૧૫ મિનિટમાં શું થયું અને કેવી રીતે ઇસરોનો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો.

લેન્ડર વિક્રમના ચંદ્રની સપાટી પર પહોંચવાના માત્ર ૨ કિમીની અંતર બાકી હતું. રાત્રે લગભગ ૧:૩૮ વાગ્યે લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લગભગ ૧:૪૪ વાગ્યે લેન્ડર વિક્રમે રફ બ્રેકિંગનું ચરણ પાર કરી દીધું હતું. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ તેની ઝડપ ધીમી કરવાનું શરૂ કર્યુ. ૧:૪૯ વાગ્યે વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક પોતાની ગતિ ઓછી કરી લીધી હતી અને તે ચંદ્રની સપાટી ખૂબ જ નજીક પહોંચી ચૂકયું હતું. રાત્રે લગભગ ૧ૅં૫૨ વાગ્યે ચંદ્ર પર ઉતરવાના અંતિમ ચરણમાં વિક્રમ લેન્ડર પહોંચી ચૂકયું હતું પરંતુ ત્યારબાદ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના સ્ટેશન સાથે તૂટી ગયો.

(3:36 pm IST)