Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વિક્રમનો સંપર્ક ભલે કપાયો, પરંતુ ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્ર પર સંશોધન કરતું રહેશે

વિક્રમ લેન્ડર ક્રેશ થયુ કે સોફટ લેન્ડિંગ તેનું એનાલિસિસ ચાલી રહ્યું છે

નવી દિલ્હી તા. ૭ :.. ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી ચંદ્રયાન-ર મિશન હેઠળ વિક્રમ લેન્ડરને પહોંચાડીને ઇતિહાસ રચ્યો છે. લેન્ડર વિક્રમને મોડી રાતે લગભગ ૧.૩૮ કલાકે ચંદ્રની સપાટી પર પહોંચાડવાની પ્રક્રિયા ઇસરો દ્વારા શરૂ કરવામાં આવી ત્યારે ચંદ્રથી લગભગ ર.૧ કિ. મી. દૂર ઇસરો સાથે તેનો સંપર્ક તુટી ગયો અને આમ  છેલ્લી ૧પ મીનીટમાં લેન્ડર વિક્રમ રસ્તા પરથી ભટકી ગયું હતું.

વિજ્ઞાનીઓ હવે તેના ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. ભલે વિક્રમ લેન્ડરનો સંપર્ક વિજ્ઞાનીઓથી તુટી ગયો હોય, પરંતુ ચંદ્રની ભ્રમણકક્ષા પર ચંદ્રયાન-ર ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રનું સંશોધન જારી રાખશે અને તેનાં અનેક રહસ્ય પરથી પડદો હટાવશે.

ચંદ્રયાન-ર ઓર્બિટરમાં કેટલાંક અત્યંત પાવરફુલ ઉપકરણ લાગેલા છે. ચંદ્રયાન-ર ઓર્બિટરનું વજન ર૩૧૯ કિલોગ્રામ છે અને તેની મિશન લાઇફ એક વર્ષની છે. આમ, આ ઓર્બિટર હજુ મહત્વની ભૂમિકા ભજવનાર છે. તેના દ્વારા વિક્રમ લેન્ડર, રોવર સતત ચાલુ રહેશે. ચંદ્રની સપાટી પર ઓર્બિટર ત્યાંની બધી માહિતી વિજ્ઞાનીઓને મોકલતું રહેશે.

વિક્રમ લેન્ડર ક્રેશ થઇ ગયું છે કે તેનું સોફટ લેન્ડીંગ થયું છે તે અંગે ઇસરોના વિજ્ઞાની દેવીપ્રસાદ કાર્નિકે જણાવ્યું હતું કે આ અંગે ડેટાનું એનાલીસીસ ચાલી રહયું છે. હજુ સુધી અમારી પાસે તેનું કોઇ પરિણામ આવ્યું નથી અને તે ક્રેશ થયું છે કે સોફટ લેન્ડિંગ તે નકકી કરવામાં હજુ સમય લાગશે.

અત્યાર સુધી માત્ર ત્રણ દેશ રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર પર સોફટ લેન્ડિંગ કરાવી ચૂકયા છે., જો કે કોઇ પણ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શકયો નથી કે જયાં ચંદ્રયાન-ર ઊતરવાનું હતું.

(3:35 pm IST)