Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશોએ રામમંદિર ભૂમિપૂજનનો લાઈવ કાર્યક્રમ જોયો : અન્ય દેશોની સરખામણીમાં અમેરિકા અને બ્રિટનમાં સૌથી વધુ ટીઆરપી

ન્યુદિલ્હી : 5 ઓગસ્ટના રોજ ભારતના અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઈ ગયો.જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભુમીપુજન કરવા ખાસ હાજરી આપી હતી.આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું.જે ભારત ઉપરાંત અનેક દેશોના નાગરિકોએ જોયું હતું.જે અંતર્ગત અન્ય દેશોની સરખામણીમાં અમેરિકા અને બ્રિટનમાં સૌથી વધુ ટીઆરપી જોવા મળી હતી.આ પ્રોગ્રામ યુટ્યુબ ઉપર પણ અનેક લોકોએ નિહાળ્યો હતો.
ભુમીપુજન લાઈવ પ્રોગ્રામ જોનારા દેશોમાં બ્રિટન ,અમેરિકા ,ઓસ્ટ્રેલિયા ,કેનેડા ,થાઈલેન્ડ ,નેપાળ ,ફ્રાન્સ ,ઇટાલી નેધરલેન્ડ ,જાપાન ,ન્યુઝીલેન્ડ ,સાઉદી આરબ ,ઓમાન ,કુવેત ,મલેશિયા ,ઇન્ડોનેશિયા,સિંગાપોર ,શ્રીલંકા ,સહીત અનેક દેશોનો સમાવેશ થયો હતો.ખાસ કરીને મુસ્લિમ રાષ્ટ્રોના નાગરિકોએ પણ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

image.png

(7:58 pm IST)