Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

૧૬ ઓગષ્ટથી વૈષ્ણોદેવી યાત્રા શરૂ

જમ્મુ-કાશ્મીરના તમામ તીર્થસ્થળો પણ ખુલી જશેઃ મર્યાદીત સંખ્યામાં યાત્રાળુ જોડાશે

જમ્મુઃ અનલોક -૩ ના પ્રારંભે જ એક મોટો નિર્ણય લેતા રાજય વહીવટીતંત્રે ૧૬ ઓગસ્ટથી જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૫ મહિનાથી બંધ રહેલા તમામ ધાર્મિક સ્થળો ખોલવાની સૂચના આપી છે. કોરોના રોગચાળો ફાટી નીકળ્યા બાદ કટરામાં માતા વૈષ્ણો દેવીની મુલાકાત પણ ભકતો માટે બંધ કરી દેવામાં આવી હતી.

 જમ્મુ કાશ્મીરના તમામ ધાર્મિક સ્થળો ૧૯ માર્ચથી બંધ કરાયા હતા.  જો કે સરકારના આદેશમાં માતા વૈષ્ણો દેવીની યાત્રા શરૂ કરવા માટે કોઈ અલગ સૂચના આપવામાં આવી નથી.  સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે ૧૬ ઓગસ્ટથી મર્યાદિત સંખ્યામાં ભકતો સાથે માતા વૈષ્ણો દેવીની યાત્રા શરૂ કરવામાં આવશે.

 શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ જે યાત્રાનું સંચાલન કરે છે તે અલગથી માર્ગદર્શિકા બહાર પાડશે. માતા વૈષ્ણો દેવી માટે દરરોજ હજારો ભકતો જમ્મુ પહોંચે છે. પરંતુ આ ધાર્મિક સ્થળ ૧૮ માર્ચથી કોરોના ચેપને કારણે ભકતો માટે બંધ હતું.  આ મંદિરના બંધ રહેવાને કારણે સ્થાનિક લોકોના રોજગારને ભારે અસર પહોંચી છે.   પરિસ્થિતિ બરાબર થયા પછી, વહીવટી તંત્રે જમ્મુ-કાશ્મીરના તમામ ધાર્મિક સ્થળોને અનલોક ૩ માં ખોલવાની તૈયારી કરી લીધી છે.

 આ વર્ષે ૧૯ માર્ચે યાત્રા બંધ થઈ ત્યાં સુધીમાં લગભગ ૧૨,૪૦,૦૦૦ ભકતો વૈષ્ણો દેવીના ચરણોમાં ઉપસ્થિત રહ્યા હતા.  કોરોના રોગચાળાને કારણે વૈષ્ણો દેવી યાત્રા ૧૯ માર્ચે બપોરે ૨ વાગ્યે સ્થગિત કરવામાં આવી હતી, જે દિવસે ૧૪,૯૦૦ શ્રદ્ઘાળુઓએ મુલાકાત લીધી હતી.

  આ યાત્રા શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ દ્વારા ૧૯ માર્ચે કોરોના રોગચાળાને કારણે મુલતવી રાખવામાં આવી હતી, જે હાલમાં બંધ છે.

 શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના સીઇઓ રમેશ કુમારે જણાવ્યું હતું કે રાજય પ્રશાસને ૧૬ ઓગસ્ટથી વૈષ્ણો દેવીના દરવાજા ખોલવાની સૂચના આપી છે.  પ્રશાસનના આદેશ બાદ શ્રાઇન બોર્ડ ભકતો માટે વૈષ્ણો દેવીના દરવાજા ખોલશે.

 એ નિશ્ચિત છે કે જયારે યાત્રા શરૂ થશે, ત્યારે શરૂઆતમાં શ્રાઇન બોર્ડ મર્યાદિત સંખ્યામાં ભકતોને દર્શન માટે છૂટ આપશે. જેમાં સ્થાનિક લોકોને સહુ પહેલાં મુલાકાત લેવાની તક મળી શકે છે.

 સંબંધિત અધિકારીઓના જણાવ્યા મુજબ, શ્રાઇન બોર્ડ આગામી દિવસોમાં એસ.ઓ.પી. વહીવટીતંત્ર દ્વારા યાત્રા માટેની માર્ગદર્શિકા પૂર્ણ કરશે.  એસ.ઓ.પી. માં વૈષ્ણો દેવીના તમામ પ્રવેશદ્વાર પર સ્વચ્છતા ટનલનું નિર્માણ, વૈષ્ણો દેવી ભવન તેમજ પ્રખ્યાત અર્ધંકુવારી મંદિર, ભૈરવ દ્યાટી મંદિરમાં દર્શન કરતી વખતે ભકતોના ખાસ શારીરિક અંતરની કાળજી રાખવી.  ઇમેજ સ્કેનર ટીમ ઠેર ઠેર ગોઠવાશે, દ્યોડા, પીઠઠું અને પાલકી વગેરેમાં કામ કરતા કામદારોમાં વિશેષ સ્વચ્છતાની કાળજી રખાય એ માટે દિશા નિર્દેશો સાથેની માર્ગદર્શિકા હોવી જોઈએ ...

(3:06 pm IST)