Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગંદકી મુકત ભારત : દેશભરમાં ૮ મીથી કાર્યક્રમ શરૂ

દરેક પંચાયતને સોંપાશે જવાબદારી : દરકે વર્ગને જોડવાના પ્રયત્નો થશે

રાજસમંદ,તા.૬: દેશને સ્વચ્છ અને સારા આરોગ્યની દ્રષ્ટિએ અનુ કૂળ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરોમાં પહેલા કરાયેલ સ્વચ્છતા અભિયાન પછી હવે ગ્રામ્ય વિસ્તારોમાં આ બીડુ ઉઠાવાયુ છે.

આ શ્રૃંખલામાં ભારત સરકારના જળ શકિત મંત્રાલયે પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ હેઠળ સ્વચ્છ ભારત મિશન આગામી સપ્તાહે 'ગંદકી મુકત ભારત' અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી રાજ્ય સરકાર તરફથી કોઇ આદેશ આ અંગે જીલ્લાઓને નથી અપાયા.

વિભાગના અધિક સચિવ અરૂણ બારોકાએ દેશના બધા રાજ્યોના અધિક મુખ્ય સચિવને પત્ર લખીને તેને દરેક જીલ્લામાં સારી રીતે ક્રિયાન્વીત કરવાનો આદેશ આપ્યા છે. તેની શરૂઆત ૮ ઓગસ્ટ. નવી દિલ્હીમાં રાજઘાટ ખાતેના ગાંધી દર્શન પરિસરથી થશે. આખા દેશમાં એક સાથે ૮ થી ૧૫ ઓગસ્ટ સુધી ચાલનાર આ સાપ્તાહિક અભિયાન હેઠળ બધા જીલ્લઓમાં વિભીન્ન માધ્યમોથી વધુમાં લોકોને જોડવાનું કહેવાયું છે.(૨૨.૩૧)

આ રીતે થશે કાર્યક્રમ

૮ ઓગસ્ટઃજીલ્લા કલેકટર સરપંચો સાથે આ અંગે ચર્ચા કરશે.

૯ ઓગસ્ટઃગામના સરપંચના નેતૃત્વમાં સીંગલયુઝ પ્લાસ્ટીક અભિયાન

૧૦ ઓગસ્ટઃશ્રમદાન દ્વારા સરકારી મકાનોની સાફ સફાઇ, ચુનો-રંગોરોગાન

૧૧ ઓગસ્ટઃગામોમાં યોગ્ય જગ્યાએ સ્વચ્છતા અંગેના ચિત્રો દિવાલો પર બનાવવા

૧૨ ઓગસ્ટઃગ્રામ્ય વિસ્તારોમાં શ્રમદાન અને વૃક્ષારોપણ

૧૩ ઓગસ્ટઃ'ગંદકી મુકત મારૃં ગામ' વિષય પર શાળાઓમાં ચિત્ર-સ્પર્ધા

૧૪ ઓગસ્ટઃબધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાફસફાઇ

૧૫ ઓગસ્ટઃસ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે 'ખુલે મે શૈચ મુકત ગાંવ'ની જાહેરાત

(3:02 pm IST)