Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રામમંદિર ભૂમિપૂજન પૂર્ણ : હવે આર.એસ.એસ.ના એજન્ડા કયો ?

રામ મંદિર નિર્માણની આધારશીલા નંખાતા જ સંઘનું એક મોટું આંદોલન તેના અંતિમ પડાવમાં પહોંચ્યું

નવી દિલ્હી, તા. ૬ : પી.એમ. નરેન્દ્ર મોદીના અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિભૂજન કરવાની સાથે જ આર.એસ.એસ.નું એક મોટુ લક્ષ્ય પુરૂ થઇ ગયું છે. સંઘના મંદિર નિર્માણ માટે મોટુ આંદોલન કરવામાં આવ્યું હતું. હવે સવાલ ઉઠી રહ્યો છે કે સંઘના એજન્ડામાં હવે આગળ શું છે ?

આરએઅસએસનું માનવું છે કે મંદિર નિર્માણ દેશમાં રાષ્ટ્રીયતા અને સાંસ્કૃતિક ઓળખનો પુરાવો છે. સંઘના આગળના લક્ષ્યના સવાલ પર આર.એસ.એસ.ના એક વરિષ્ઠ સંયોજકે કહ્યું કે રામ જન્મભૂમિ અને મંદિર નિર્માણ બાદ સંઘના વિચારો સાથે વધુ લોકો જોડાશે. તેઓએ કહ્યું કે સંઘનું માનવું છે કે રામ અને તેના મૂલ્ય ભારતીય વિચારો, સંસ્કૃતિ અને સામાજીકતાના કેન્દ્રમાં છે.

તેઓએ કહ્યું કે મંદિર આંદોલનનું રાજનૈતિક રૂપ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને સમજવામાં અસફળ રહી છે. તેઓ પ્રજાની લોકિ્રય ભાવનાને સમજી શકયા નથી. તેઓએ કહ્યું આ સંઘની કોઇ રણનીતિ નથી. સંઘનો હંમેશાથી જન્મસ્થળ વિશે તેમના મંતવ્યો પર કાયમ રહ્યું છે.

તેઓએ કહ્યું કે હિન્દુઓના દાવાને અંતતઃ સુપ્રીમ કોર્ટે યોગ્ય માન્યો અને સર્વસંમતિથી નિર્ણય સાંપળાવ્યો રોકયુલર પાર્ટીઓ વાસ્તવમાં તેની આશા કરી રહી નહોતી. આર.એસ.એસ.ના વિચારોની સ્વીકૃતિ જ સફળતાની કહાની છે અને મંદિર તેનું સૌથી મોટું પ્રમાણ છે. સંઘનું માનવું છે. રામમંદિર ભૂમિપૂજનમાં મોહન ભોગાવતની હાજર તેના વિરૂધ્ધ અભિયાનોનો પ્રતિકાર હતો. સંઘને અનેક વાર અલગ-અલગ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને તેમાં વિચારો અંગે તેના પર હુમલા કરવાના આવ્યા પરંતુ રામ મંદિર સાબિત કર્યુ કે પરિવર્તન આવી શકે છે.

(11:38 am IST)