Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પાંચ દિવસ પંચાવન મોત

કોરોનાએ રાજકોટમાં આજે પણ ૮નો ભોગ લીધો

રાજકોટના બે, જસદણ, કાલાવડ બાલંભડી, ગોંડલ, મોરબી, ધોરાજી અને બોટાદના એક-એક દર્દીએ દમ તોડ્યો

રાજકોટ તા. ૬: રાજકોટ શહેરમાં કોરોનાએ કાળ બનીને ત્રાટકવાનો સિલસિલો યથાવત જ રાખ્યો છે. આજે પણ કોવિડની સારવાર લઇ રહેલા ૮ દર્દીઓનો જીવ લેવાયો છે. સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ગત સાંજથી આજ સવાર સુધીમાં સાત દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટના બે, જસદણ, કાલાવડ, ગોંડલ, ધોરાજી, બોટાદના એક-એક દર્દી તથા એક દર્દીનો સમાવેશ થાય છે. રવિવારથી માંડી આજના સાત મળી પાંચ દિવસમાં ૫૪ દર્દીના મોત થયા છે.

કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહેલા પૈકી જે સાતના મોત નિપજ્યા છે તેમાં  દિલીપભાઇ કેશુભાઇ ગોરવાડીયા (ઉ.વ.૬૦-રહે. મોચીબજાર રાજકોટ), રમેશભાઇ પરષોત્તમભાઇ ટાંક (ઉ.વ.૬૨-રહે. ભકિતનગર રાજકોટ), સવજીભાઇ રામજીભાઇ ગોટી (ઉ.વ.૭૧-રહે. જસદણ), ઓધવજીભાઇ લાખાભાઇ સાંગાણી (ઉ.વ.૫૨-રહે. કાલાવડ), કંચનબેન બટુકભાઇ ડોડીયા (ઉ.વ.૬૦-રહે. ગોંડલ), અલ્પેશભાઇ છનગભા ઝાંઝરૂકીયા (ઝાંઝરડા રોડ, ધોરાજી) તથા રમેશભાઇ પ્રભુદાસભાઇ સાંચણા (ઉ.વ.૫૦-રહે. મોરબી) અને સુધાબેન તુષારકાંત શેઠ (ઉ.વ.૬૦-રહે. બોટાદ)નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે રવિવાર અને સોમવાર એમ બે દિવસમાં  સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૨૩  દર્દીના મોત નિપજ્યા હતાં. મંગળવારે ૧૫ મળી ત્રણ દિવસના ૩૮ મોત થયા હતાં. એ પછી બુધવારના ૯ મળી ચાર દિવસના ૪૭ દર્દીના મોત થયા હતાં. આજે વધુ ૮ દર્દીઓનો ઉમેરો થતાં પાંચ દિવસનો મૃત્યુઆંક પંચાવન થઇ ગયો છે. તમામ મૃતદેહોને અંતિમવિધી અને દફનવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવ્યા હતાં.

(2:44 pm IST)