Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

આનંદો : ઝાયડસ વેક્સિનનું પ્રથમ ટ્રાયલ સફળ: કાલથી ફેઝ-2 ક્લિનિકલ ટ્રાયલ શરૂ

ફેજ-1માં તમામ વ્યક્તિઓ પર સલામતિ અંગે ડોઝિંગ પછી 24 કલાક ક્લિનિકલ ફાર્માકોલોજીકલ યુનિટમાં સતત દેખરેખ રખાઇ: સાત દિવસ બાદ વેક્સીન સલામત સાબિત

અમદાવાદ: ઝાયડસ વેક્સિનનું પ્રથમ ટ્રાયલ સફળ થયું છે કોવિડ 19 સામે રક્ષણ મેળવવા તેની પ્લાઝમીડ ડીએનએ વેકસીન ZyCoV-D ફેઝ-1 કલીનકલ ટ્રાયલમાં સલામત અને સરળતાથી સહી શકાય તેવી સાબિત થઇ છે. હવે કંપની છઠ્ઠી ઓગસ્ટથી ફેઝ-2 કલીનીકલ ટ્રાયલ શરૂ કરશે.

કંપનીએ જણાવ્યું છે કે, ફેઝ-1 ક્લિનિકલ ટ્રાયલ 15 જુલાઇથી શરૂ કરી હતી. તેમાં 48 તંદુરસ્ત વોલન્ટીયર્સને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા. તે સરળતાથી સહન કરી શકાય તેવા સાબિત થયા છે. અગાઉ આ વેકસીન પ્રી-કિલનિકલ ટોક્સીસીટી સ્ટડીમાં સલામત, ઇમ્યુનોજેનિક અને આસાનીથી સહી શકાય તેવી સાબિત થઇ હતી. આ વેકસીને એનિમલ સ્ટડીમાં એન્ટાબોડીઝ ન્યુટ્રીલાઇઝ કરવામાં ઉચ્ચકક્ષાની ક્ષમતા દર્શાવી હતી.

 આ અંગે ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ આર. પટેલે જણાવ્યું છે કે, ” ZyCoV-D” ની સલામતિ સાબિત કરવા માટે ફેઝ 1 ડોઝિંગ એ અગત્યનું સીમાચિન્હ છે. ફેઝ – 1 ક્લિકનિકલ ટ્રાયલમાં ભાગ લેનારી તમામ વ્યક્તિઓ પર સલામતિ અંગે ડોઝિંગ પછી 24 કલાક ક્લિનિકલ ફાર્માકોલોજીકલ યુનિટમાં સતત દેખરેખ રખાઇ હતી. સાત દિવસ પછી વેકસીન અત્યંત સલામત સાબિત થઇ હતી. હવે અમે ફેઝ-2 ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરીશું અને વ્યાપક વસ્તી માટે વેકસીનની સલામતી અને ઇમ્યુનોલોજીનું મૂલ્યાંકન કરીશું. ફેઝ-1 ક્લિનિકલ ટ્રાયલમાં જોડાનારી તમામ 48 વ્યક્તિઓ પર વેકસીનની આ સાત દિવસની કલીનીકલ ટ્રાયલની સલામતિને ઇન્ડીપેન્ડન્ટ ડેટા સેફ્ટી મોનીટરીંગ બોર્ડ ( DSMB ) અનુમોદન આપ્યું છે. જે ક્લિનિકલ ટ્રાયલની સલામતિની બાબતોનું ધ્યાન રાખવા માટે બનાવાઇ છે. હવે ZyCoV-Dનો ફેઝ-2 સ્ટડી 1 હજાર તંદુરસ્ત અને પુખ્ત વોલન્ટિયર્સ પર થશે. જેમાં ફેઝ-1 અને 2ના બંનેના ડોઝ એસ્કેલેશન, મલ્ટીસેન્ટ્રીક, રેન્ડ માઇઝ તેમ જ ડબલ બ્લાઇન્ડ પ્લેસબો કંટ્રોલ સ્ટડી થશે.

 

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ZyCoV-D દ્રારા કંપનીએ સફળતાપૂર્વક દેશમાં નોન રેપ્લીકેટીંગ અને નોન ઇન્ટિગ્રેટીંગ પ્લાઝમેડ કે જે સલામત રીતે જીન ઓફ ઇન્ટરેસ્ટ ધરાવે છે. તેનું સફળતાપૂર્વક ડીએનએ વેકસીન પ્લેટફોર્મ પુરું પાડયું છે. વેકટર રિસ્પોન્સ જોવા મળ્યો હતો. અને કોઇ ચેપી તત્વ પણ જોવા મળ્યું ન હતું. જેના લીધે વેકસીનનું ઉત્પાદન આ પ્લેટફોર્મ દ્રારા લઘુત્તમ બાયોસેફ્ટી જરૂરિયાતો ( બીએસએલ 1 ) દ્રારા થશે. આ પ્લેટફોર્મ વધુ સારી વેકસીન સ્ટેબીલીટી અને ઓછી કોલ્ડ ચેઇન જરૂરિયાતોને લીધે દેશના દુર દૂરના ભાગોમાં સરળ ટ્રાન્સપોર્ટેશન માટે પણ ઉપયોગી થશે.

ઉપરાંત આ પ્લેટફોર્મ જો વાયરસ મ્યુટેડ થાયતો માત્ર બે સપ્તાહમાં જ વેકીસીનને મોડીફાઇ કરીને સલામતિનું કવચ જાળવી રાખવા સક્ષમ છે. આ પ્લાઝમીડ ડીએનએ હોસ્ટ સેલ્સમાં ઇન્ટ્રોડયુસ કર્યા પછી વાયરલ પ્રોટીનમાં ફેરવાઇને મજબૂત ઇમ્યુન રિસ્પોન્સ સેલ્યુલર અને હ્યુમન ઇમ્યન સીસ્ટમના હ્યુમોરલ આર્મ્સ દ્રારા થશે. જે રોગ અને વાયરસ કલીયરન્સ મહેત્વનો ભાગ ભજવે છે. ZyCoV-Dના વિકાસ માટે ઝાયડસ નેશનલ બાયોફાર્મા મિશન, બી.આરઆઇએસી, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

(12:00 am IST)