Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

જમ્મુ-કાશ્મીર બેન્કની કેશવાન 500 મીટર ઊંડી ખાઈમાં પડી : ચાર કર્મચારીઓના કરૂણમોત

બેન્કના એક કરોડ લઇને કઠુઆથી બાની આવતી કેશવાન ખીણમાં પડી : રોકડ રકમ સુરક્ષિત

શ્રીનગરશ્રીનગરનાં બાની શહેર નજીક જમ્મુ-કાશ્મીર બેંકની એક કેશ વાન 500 મીટર ઉંડી ખાઈમાં પડી ગઈ હતી.જેમાં ચાર કર્મચારીઓના કરૂણમોત નિપજ્યા છે બેંકની કેશ વાનને જ્યારે અકસ્માત નડ્યો ત્યારે તેમાં એક કરોડ રૂપીયા રોકડા ભરેલા હતા અને તે પોતાની બેંકની રોકડ વ્યાવસ્થામાં કારત હતી.

  સ્થાનિક પોલીસે જણાવ્યું કે વેનમાં બેંકના 1 કરોડ રૂપિયા હતા. તે કઠુઆથી બની આવી રહી હતી. અકસ્માત બાનીથી લગભગ 17 કિમી દૂર થયો હતો.

  પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે અને કેશિયર કેવલ શર્મા, ડ્રાઇવર વિક્રમ સિંઘ, ગનમેન યશ પાલ અને હરવંશ સિંહ દુર્ઘટનાનાં દુર્ભાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, વાનમાં રહેલી તમામ રોકડ સુરક્ષીત છેવાનમાંથી એક કરોડ રૂપિયાની રોકડ રકમ મળીને જમ્મુ-કાશ્મીર બેંકની બાની શાખાને સોંપવામાં આવી હતી

 

(12:30 am IST)