Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

અયોધ્યા મામલાને લઈને કેન્દ્રીય મંત્રી નકવીનાં નિવાસે મહત્વપૂર્ણ બેઠક: સંઘ અને મુસ્લિમ ધર્મગુરૂઓ ઉપસ્થિત

ભાજપના નેતા શાહનવાઝ હુસૈન અને ફિલ્મ નિર્માતા મુઝફ્ફર અલીએ પણ હાજરી આપી

નવી દિલ્હી : અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીના નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ.છે  જેમાં મુસ્લિમ ધર્મગુરૂ અને રાષ્ટ્રી સ્વયંસેવક સંઘના નેતા પણ હાજર રહ્યા.. આ બેઠકમાં ભાજપના નેતા શાહનવાઝ હુસૈન અને ફિલ્મ નિર્માતા મુઝફ્ફર અલી પણ ઉપસ્થિત રહ્યા હતા.

   અયોધ્યા મુદ્દે કોર્ટના ચુકાદા પહેલા યોજાયેલી આ બેઠકમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા અને ભાઇચારો જળવાઇ રહે તે માટેના પ્રયાસો પર ભાર આપવામાં આવ્યો હતો. અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદમાં સુપ્રિમ કોર્ટનો નિર્ણય આગામી સાત દિવસમાં આવી શકે છે.

   સુપ્રિમ કોર્ટનાં CJI રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. એવામાં હવે તેમની પાસે સાત દિવસ જ રહ્યા છે. સ્પષ્ટ છેકે, સુનાવણી કરી રહેલાં પાંચ જજોની સંવિધાન પીઠ આ દિવસોમાં જ નિર્ણય સંભળાવી શકે છે. જ્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણયને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા બની રહે તે માટે કેન્દ્રીય શસ્ત્ર પોલીસ બળના લગભગ ચાર હજાર જવાનોને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા છે. તેઓ 18 નવેમ્બર સુધી ઉત્તર પ્રદેશમાં તૈનાત રહેશે.

(7:33 pm IST)