Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ગૃહમંત્રી અમિતભાઇ શાહે જમ્મૂ-કાશ્મીરનાં ડીજીપી અને મુખ્ય સચિવ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

કાયદો વ્યવસ્થાની સ્થિતિઅને સરકાર દ્વારા અપાયેલી ઢીલ બાબતે ચર્ચા

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઇને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી

આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સજીવ અજયકુમાર ભલ્લા, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહ, આઇબી ચીફ અરવિન્દકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

   આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં જમ્મુ-કાશ્મીરની કાયદો વ્યવસ્થાની સ્થિતિઅને સરકાર દ્વારા અપાયેલી ઢીલ બાબતે ચર્ચા કરવામાં આવી હતી

(7:23 pm IST)