Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સ્કૂલ કેન્ટિનોમાં કોલા, ચિપ્સ, પિઝા, નૂડલ્સ માટે 'નો એન્ટ્રી'

શાળાના બાળકોમાં ચરબી, મીઠું અને ખાંડનું ઊંચું પ્રમાણ ધરાવતી ખાદ્ય ચીજોનો વપરાશ દ્યટાડવાની યોજના

નવી દિલ્હી,તા.૫:  શાળાએ જતા બાળકોના સ્વાદ માટે 'કડવા'પણ આરોગ્ય માટે શ્નમીઠાલૃસમાચાર છે. ડિસેમ્બરથી શાળાના કાફેટેરિયા અને બોર્ડિંગના મેનુમાં કોલા, બટાકાની ચિપ્સ, પેકેજડ જયુસ, પિઝા, બર્ગર્સ, નૂડલ્સ, સમોસા, છોલે-ભટુરે પર પ્રતિબંધ મૂકી દેવાશે. કેન્દ્ર સરકારે શાળાની કેન્ટિનમાં ચરબી, મીઠું અને ખાંડનું ઊંચું પ્રમાણ ધરાવતી ખાદ્ય ચીજો બંધ કરવાના પગલાં લીધા છે.

સરકારે શાળાની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં જંક ફૂડની એડ્ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉપરાંત, શાળાના કમ્પ્યુટર્સના વોલ પેપર્સમાં અને શાળાના સંકુલના ૫૦ મીટરમાં જંક ફૂડની એડ્ નહીં કરવાનો આદેશ આપ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ શાળાના બાળકોમાં જંક ફૂડનો વપરાશ અટકાવવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ ૨૦૧૯ હેઠળ નિયમ બનાવ્યા છે. 'ઇટ રાઇટ'ઝુંબેશ હેઠળ કેન્દ્ર સરકારના નિયમ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી અમલી બનશે. જેમાં ચરબી, મીઠું અને ખાંડનું ઊંચું પ્રમાણ ધરાવતી ખાદ્ય ચીજો (HFSS) શાળાની સ્કૂલ કેન્ટિન, મેસના સંકુલ કે હોસ્ટેલના રસોડામાં વેચી નહીં શકાય. ઉપરાંત, સ્કૂલ કેમ્પસના ૫૦ મીટરના વિસ્તારમાં પણ આ ચીજોનું વેચાણ નહીં થઈ શકે. નિયમ પ્રમાણે ફ્રેન્ચ ફ્રાઇઝ, તળેલી ચિપ્સ, સમોસા, છોલે-ભટુરે, ગુલાબ જાંબુ, ખાંડનું નોંધપાત્ર પ્રમાણ ધરાવતા કાર્બોનેટેડ કે નોન-કાર્બોનેટેડ પીણાં, રેડી-ટુ-ઇટ ફૂડ, નૂડલ્સ, પિઝા, બર્ગર, કન્ફેકશનરી ચીજો, ખાંડ અને ખાંડની પ્રોડકટ્સને ણ્જ્લ્લ્ કેટેગરીમાં મૂકવામાં આવી છે.

કોર્ટની તાકીદ અને દ્યણી સ્વૈચ્છિક સંસ્થાઓના અભ્યાસ પછી શાળામાં ખાદ્ય ચીજો માટે કડક પગલાં લેવાયા છે. ૨૦૧૬માં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ (CSE)એ શહેરોમાં શાળાના બાળકોની ખાણીપીણીની આદતોને સમજવા સરવે કર્યો હતો. દેશભરની ૩૦૦ શાળાના ૯-૧૭ વર્ષની વયજૂથના ૧૩,૨૦૦ બાળકોને સરવેમાં આવરી લેવાયા હતા. સરવેના પરિણામ મુજબ ૯૩ ટકા બાળકો પેકેજડ ફૂડ ખાતા હતા. ૬૮ ટકાને સપ્તાહમાં એકથી વધુ વખત ખાંડવાળા પેકેજડ પીણાંની ટેવ હતી. જયારે ૫૩ ટકા બાળકો આવી પ્રોડકટ્સ દિવસમાં ઓછામાં ઓછી એક વખત લેતા હતા. સરવેના તારણ પ્રમાણે સપ્તાહમાં બેથી વધુ વખત પેકેજડ ફૂડ લેતા મોટા ભાગના બાળકો શાળામાં જ તેની મજા માણતા હતા. તેઓ શાળાની કેન્ટિન અથવા નજીકના સ્ટોર્સમાંથી આવી પ્રોડકટ્સ ખરીદતા હતા. સરકારે નિયમોમાં શાળાના કાફેટેરિયા અને ડે-કેર્સનું મેનુ નક્કી કરવા માટેની માર્ગરેખા સૂચવી છે. શિડ્યુલ-૧ નિયમોમાં દૂધ, ઇંડાં, ચિકન, પનીર, માછલી, ઓછી ફેટ ધરાવતું કે ટોન્ડ મિલ્ક અને ફોર્ટિફાઇડ સિરિયલ્સનો સમાવેશ કરાયો છે. તેમાં વ્હાઇટ બ્રેડ, પેકેજડ સૂપ અને રેપ્સનો ઉપયોગ દ્યટાડવાની તાકીદ કરવામાં આવી છે.

(3:48 pm IST)