Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

૬૦ લાખની ચોરી કરી કાચ પર ચોરોએ લિપસ્ટિકથી લખ્યું : ભાભીજી તુમ બહોત અચ્છી હો ઓર ભઇયા.

પટણા,તા.૫: છઠ્ઠના તહેવારે એક વેપારીનું દ્યર બંધ કરીને જવાનું દ્યણું ભારે પડયું. બિહારના પટણામાં ચોરોએ વેપારીના દ્યરમાં ૬૦ લાખની ચોરી કરી એટલું જ નહીં પણ ચોરે દ્યરની વસ્તુઓ વીણીવીણીને લઈ ગયા હતા.

આરોપ છે કે પટણાના હનુમાનગરમાં એક વેપારીના દ્યર ચોરોએ ચોરી કરી અને ૬૦ લાખની રોકડ, દ્યરેણા અને દ્યરનો દરેક સામાન લઈને ફરાર થઈ ગયા હતા. તેમણે ખૂબ આરામથી ચોરી કરી અને દ્યરની ટુથપેસ્ટ સુધ્ધા પણ છોડી નહોતી.

ત્યાર બાદ ચોરોએ લિપસ્ટિક ઉઠાવીને ટેબલના કાચ પર લખ્યું કે ભાભીજી તમે દ્યણા સારો છે. ચોરોએ ભાઈ માટે અપશબ્દો લખ્યા હતા. ચોરોએ એવું પણ લખ્યું કે ભાભીજી ધન્યવાદ, ભગવાન કરે કે તમે જીવનમાં દ્યણી પ્રગતિ કરો. ચોરોએ ઘરની વસ્તુઓને અસ્તવ્યસ્ત કરી નાખી હતી.

(3:46 pm IST)