Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દુધના વેચાણમાં ૬૦ હજાર કરોડનો ઘટાડો

એક વર્ષમાં દુધનુ વેચાણ દસ ટકા ઘટયું

નવી દિલ્હી તા. પ : ભારતમાં ભાગ્યેજ કોઇ એવી વ્યકિત હશે, જેને શ્વેત ક્રાંતિ દરમ્યાન ૧૯૯૦ ના દાયકાની પ્રસિદ્ધ જાહેરાત યાદ નહીં હોય. એ જાહેરાતની ટેગલાઇન હતી ''દુધ હૈ વન્ડરફુલ'' તેમાં રોજ દુધ પીને આનંદિત થનાર એક નાની છોકરી, એક બોડી બિલ્ડર અને એક બુઝુર્ગ દંપતિને દર્શાવીને દેશના દરેક કોમમાં દુધને લોકપ્રિય બનાવી દીધુ હતું આ જાહેરાત એના લીધે ભવિષ્યદ્રષ્ટા હતી કે આગલા બે દાયકામાં દુધનું ઉત્પાદન અને વપરાશ બમણો થઇ ગયો.

પણ ર૦૧૭-૧૮ ના વર્ષમાં અસામાન્ય વલણ જોવા મળ્યું હતું, જેમાં ભારતીયો દ્વારા દુધ અને તેની બનાવટો પર કરવામાં આવતા ખર્ચમાં ૧૦ ટકા ઘટાડો થયો હતો જેશનલ સ્ટેટીકસ ઓફીસના આંકડાઓથી જાણવા મળે છે કે ભારતીય પરિવારો, હોટલો, મીઠાઇની દકુાનોએ ર૦૧૬-૧૩ માં દુધ અને તેની બનાવટો પર ૬ લાખ કરોડ રૂપિયા ખર્યા હતા પણ ખર્ચ ર૦૧૭-૧૮ માં ઘટીને પ.૪ લાખ કરોડ રૂપિયા થઇ ગયો હતો.૧૦ ટકાનો આ ઘટાડો આમ તો સામાન્ય છે. નિષ્ણાતો અને ઓફિશ્યલ પ્રવકતા આ આંકડાઓ અલગ અલગ વ્યાખ્યા કરે છે. કેટલાકે કહ્યું કે ખેડુતો અને મજુરોની આવક ઘટવાના કારણે તેઓ દુક પર પહેલા જેટલો ખર્ચ નથી કરી શકતા જયારે કેટલાકનું કહેવું છે કે તે વર્ષે દુધની વૈશ્વીક કિંમતોમાંં ઘટાડો થયો હોવાથી ભારતમાં પણ દુધ સસતુ થયું છે.

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હિમાંશુએ કહ્યું કે આ બદહાલીના સંકેત છે અને તેનું કારણ ખેડુતો અને મજુરોની આવક સ્થિર થવાનું છે તેમણે જણાવ્યું કે આમાંથી સંકેત મળે છે કે સૌથી ગરીબ લોકોએ નોટબંધી પછીના વર્ષમાં જીવન જરૂરી વસ્તુઓના ખર્ચમાં કાપ મુકયો છે. ભારતના ભુતપૂર્વ મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રણવસેને આને બહુ ગંભીર બાબત ગણાવી છે. કેમ કે ત આવક ઘટવાના સંકેત છે.

(3:35 pm IST)