Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દિલ્હી તીસ હજારી કોર્ટમાં વકીલો દ્વારા મારપીટ વિરુદ્ધ પોલીસ જવાનોનું વિરોધ પ્રદર્શન કર્યું

મારપીટનો વિરોધ કરતા આ મામલે ન્યાય અને સુરક્ષાની માંગણી કરી

ફોટો marpit

નવી દિલ્હીઃ દિલ્હીના તીસ હજારી કોર્ટ પરિસરમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલ ટકરાવને લઈ પોલીસકર્મીઓએ પોલીસ મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસના જવાનોએ હાથોમાં કાળો પટ્ટો બાંધી મખ્યાલયની બહાર વકીલોની કથિત મારપીટનો વિરોધ કરતા આ મામલે ન્યાય અને સુરક્ષાની માંગણી કરી છે.

 વિરોધ પ્રદર્શનમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈ ઈન્સપેક્ટર સુધીના કર્મચારીઓ સામેલ થયા અને વિવાદના સમયે બેકઅપ ન મોકલવાને લઈ પોતાની નારાજગી વ્યક્ત કરી. પોલીસકર્મીઓએ ઑફિસર પર તેમનો સાથ ન આપવાનો આરોપ પણ લગાવ્યો છે. જ્યારે આ મામલાને લઈ ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસ પાસેથી માહિતી માંગી છે.

  વિરોધ પ્રદર્શન કરી રહેલ પોલીસકર્મીઓ વચ્ચે પહોંચેલ ઈસ્ટ દિલ્હીના ડીસીપીએ આશ્વાસન આપ્યું કે તેઓ મામલાને ઉપર સુધી લઈ જશે. ડીસીપીએ વિરોધ-પ્રદર્શન કરનાર પોલીસકર્ીઓને અપીલ કરી કે, તેમની વાત સાંભળવામાં આવશે પરંતુ તેઓ તત્કાળ પોતાના કામ પર પરત ફરે. આ વિરોધ પ્રદર્શનમાં કેટલાક સામાન્ય નાગરિકો પણ સામેલ થયા. આ લોકોનું કહેવું હતું કે પોલીસના જવાન અમારી સુરક્ષા માટે છે અને જો પોલીસકર્મીઓ પર હુમલા કરવાાં આવશે તો અમે સહન નહિ કરીએ. હાલ પોલીસકર્મીઓ પોલીસ હેડક્વાર્ટરની બહાર આંદોલન કરી રહ્યા છે

(12:52 pm IST)