Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દેશનો સૌ પ્રથમ ૪ ફલોરનો ટ્રાન્સપોર્ટ બ્રીજ બનશે

પ્રથમ માળ ઉપર રોડ, બીજા માળે રેલ્વે લાઇન, ત્રીજા ફલોર ઉપર ફલાય ઓવર અને ૪થા માળે મેટ્રો લાઇન બનશે

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં દેશનો સૌપ્રથમ ચાર માળનો ટ્રાન્સપોર્ટ પુલ બંધાશે. કેમ્પરી રોડ પર બનતો આ પુલ નાગપુર મેટ્રોનો એક ભાગ રહેશે. નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) એ ૫.૩ કિલોમીટર લાંબા ફલાયઓવરના પ્રોજેકટ માટે ૫૩૫ કરોડની મંજૂરી આપી છે. આ ચાર માળનો ટ્રાન્સપોર્ટ પુલ તેને ભાગ છે.

આ નવા સ્ટ્રકચરના પુલમાં પહેલે માળે કમ્પટી રોડ રહેશે. બીજે માળે નાગપુર- ભોપાળ રેલવેલાઇન આવશે. ત્રીજે માળે ફ્લાયઓવર અને ચોથે માળે મેટ્રો વાયાડકટ આવશે. બીજે ઠેકાણે મેટ્રો વાયાડકટ અને ફ્લાયઓવર રોડની ઉપર બને છે પરંતુ આમાં રેલવે લાઇનની ઉપર બનેલી મેટ્રોલાઇન પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે.જો કે આ પુલ બાંધવા માટે સાત ઇમારતો તોડી પાડવી પડશે.

ઙ્ગએનએચએઆઇ તેની આવશ્યકતાઓને થોડીક છુટછાટ આપી સર્વિસ રોડની પહોળાઇ ઓછી કરે તો આ ઇમારતો અવરોધરૂપ નહી બને એવી માહિતી મેટ્રોના એક અધિકારીએ આપી હતી.આ પુલ બાંધવા માટે રેલવે પાસેથી મેટ્રોએ બાંધકામ માટે એવો સમય લેવો પડશે જયારે બાંધકામ દરમિયાન નીચેથી કોઇ જ ટ્રેન પસાર નથતી હોય જો આ વધુ સમૂસુતરુ પાર પડે તો ટુંક સમયમાં જ દેશનો સૌ પ્રથમ ચાર માળનો પુલ નાગપુરમાં બંધાઇ જશે.

(4:00 pm IST)