Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ઓ બાપ રે...દેશના સૌથી વધુ ૧૦ પ્રદુષિત શહેરોમાં દિલ્હી નથીઃ યુપીના ૮ અને હરીયાણાના બે શહેરોનો સમાવેશ

સૌથી સ્વચ્છ હવા કોચીના એલુર, થાણે, થિરૂઅનંતપુરમ અને કવોટામાં નોંધાઈ

નવી દિલ્હી, તા. ૫ :. પાટનગર દિલ્હીના પ્રદુષણે સમગ્ર દેશમાં ગભરાટ ફેલાવી દીધો છે. માત્ર દિલ્હીની જ નહિ ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોની હાલત પણ અત્યંત ખરાબ છે. હવાની ખરાબ ગુણવત્તાના મામલામાં હરીયાણાના શહેરો પણ પાછળ નથી.

ઈન્ડીયા ટુડેના ડેટા ઈન્ટેલીજન્સ યુનિટે આંકડાનું વિશ્લેષણ કરી જણાવ્યુ છે કે દિલ્હી ભારતના ટોપ ટેન પ્રદુષિત શહેરોની યાદીમાં બહાર છે. આંકડા જણાવે છે કે હરીયાણાના જીંદ શહેરના લોકોએ સરેરાશથી સૌથી ખરાબ શ્વાસ લીધા હતા. આ દરમિયાન તેની સરેરાશ ૪૪૮ રહી હતી.

કુલ મળીને ગઈકાલે ૧૫ એવા શહેર હતા જેમની સરેરાશ એકયુઆઈ ૪૦૦થી વધુ હતી. આમાથી ૯ તો યુપીના હતા અને ૫ હરીયાણાના હતા.

સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં જીંદ બાદ નંબર હતો યુપીના બાગપતનો. ત્યાં એર કવોલીટી ઈન્ડેક્ષ ૪૪૦ નોંધાયો હતો. ગાઝીયાબાદમાં ૪૪૦, હાપુડમાં ૪૩૬, લખનઉમાં ૪૩૫, મુરાદાબાદમાં ૪૩૪, નોઈડામાં ૪૩૦, ગ્રેટર નોઈડામાં ૪૨૮, કાનપુરમાં ૪૨૭ અને હરીયાણાના સીરસામાં ૪૨૬ હતો.

કુલ ૯૭ શહેરોનું વિશ્લેષણ કરાયુ હતુ જેમાંથી ફકત ૪ એવા શહેરો હતો જ્યાં ચોખ્ખી હવા હતી. જેમાં કેરળના કોચી શહેરના ઉપનગર એલુરની હવા સૌથી સારી હતી. તેની એર કવોલીટી ઈન્ડેક્ષ ૨૫ હતો. આ ઉપરાંત થાણે ૪૫, તિરૂઅનંતપુરમ ૪૯ અને રાજસ્થાનના કવોટામાં ૫૦ નોંધાયો હતો.

(11:04 am IST)