Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કોચિંગ જઈ રહેલી વિદ્યાર્થીનીનું કર્યુ અપહરણ, ૬ કલાક કારમાં કરતા રહ્યા ગેંગરેપ

જાનથી મારી નાખવાની ધમકી આપી તેને રસ્તા પર છોડી ભાગી ગયા

નવી દિલ્હી, તા.૫: લાલસોટમાં એક કોચિંગ કલાસની વિદ્યાર્થીની સાથે કારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. આરોપી ૩ યુવક વિદ્યાર્થીનીનું અપહરણ કર્યા બાદ લગભગ ૬ કલાક સુધી કારને રસ્તા પર દોડાવચા રહ્યા અને તેની સાથે ગેંગરેપ કરતા રહ્યા. આ દરમિયાન યુવકોએ વિદ્યાર્થીનીની આંખો પર પટ્ટી બાંધી દીધી. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી તેને રસ્તા પર છોડી ભાગી ગયા.

મામલાની તપાસ કરી રહેલી લાલસોટ પોલીસે જણાવ્યું કે, આ ઘટના ૩ દિવસ પહેલા ૧ નવેમ્બરે સવારે બની હતી. પીડિતા પોતાના ગામથી સવારે ૫ કલાકે કોચિંગ માટે નીકળી હતી. હોદાયલી રસ્તા નજીક કાર સવાર ત્રણ યુવક પહોંચ્યા અને વિદ્યાર્થીનીને ખેંચીને કારમાં પટકી દીધી. આરોપીઓએ વિદ્યાર્થીનીની આંખો પર તેનો જ દુપટ્ટો બાંધી દીધો જેથી તે તેની ઓળખ ન કરી શકે. ત્યારબાદ યુવકો કેટલાક કિલોમિટર સુધી પીડિતાનો કારમાં ઘુમાવતા રહ્યા અને તેની સાથે દુષ્કર્મ કરતા રહ્યા.

બાદમાં પોલીસે પીડિતાની ફરિયાદ પર આરોપીઓની ઓળખ કરી રામલખન, મોહિત અને લાલારામની ધરપકડ કરી લીધી છે. પોલીસે ત્રણે વિરુદ્ઘ મામલો નોંધી દીધો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ત્રણે હવસખોરોએ લગભગ ૬ કલાક સુધી વિદ્યાર્થીનીને બંધી બનાવી દુષ્કર્મ કરતા રહ્યા. બપોરના સમયે આરોપીઓએ પીડિતાને લાલસોટ શહેરના ગંગાપુર રોડ પર ઉતારી દીધી. આરોપીઓએ જતા સમયે પીડિતાને ધમકી આપી કે, તેણે આ ઘટનાક્રમની જાણકારી કોઈને આપી તો, તેને જાનથી મારી નાખવામાં આવશે.

ઘટના બાદ ડરી ગયેલી વિદ્યાર્થીની જયારે ઘરે પહોંચી અને પરિવારજનોને આપબીતી જણાવી. ત્યારબાદ પીડિતાએ લાલસોટ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ઘ ગેંગરેપનો કેસ નોંધાવ્યો છે.(૨૩.૨)

 

(10:08 am IST)