Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

નવી દવાના માત્ર એક ડોઝથી ૪૮ કલાકમાં કોરોના ખતમ?

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોને મળેલી સફળતા : ક્લિનિકલ ટ્રાયલ માટેનો રસ્તો સાફ : જાગેલ નવી આશા

સિડની, તા. ૪  : આજે સમગ્ર કોરોના વાયરસની મહામારીના કહેરનો સામનો કરી રહી છે ત્યારે આની દવા શોધવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. મળેલી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો હવે દવા શોધી કાઢવાની બિલકુલ નજીક પહોંચી ગયા છે. આશાનું નવું કિરણ દેખાઈ રહ્યું  છે. એન્ટી પેરાસાઇટ દવાએ લેબમાં વાયરસને ૪૮ કલાકમાં ખતમ કરવામાં સફળતા મેળવી છે. હજુ  સુધી કોરોના વાયરસની કોઇ માન્ય સારવાર નથી જેને વૈજ્ઞાનિકોએ મંજુર કરી છે પરંતુ હવે આશાના કિરણો દેખાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ લેબમાં એક એન્ટી પેરાસાઇટ દવાથી કોરોનાને ખતમ કરવામાં સફળતા હાંસલ કરી છે. એન્ટીપેરાસાઇટ દવા પહેલાથી જ ઝીકા, ડેંગ્યુ જેવા વાયરસોની સારવારમાં ઉપયોગ થતો રહ્યો છે. ઇવરમેક્ટિન નામની દવાનો માત્ર એક ડોઝ કોરોના વાયરસ સહિત તમામ વાયરસ આરએનએને ૪૮ કલાકમાં ખતમ કરી શકે છે.

            ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી અસરગ્રસ્ત કોસથી આ ઘાતક વાયરસને માત્ર ૪૮ કલાકમાં ખતમ કરવામાં સફળતા મેળવી છે. એ પણ એવી દવાથી જે પહેલાથી જ ઉપલબ્ધ છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, દુનિયામાં પહેલાથી જ રહેલી એક એન્ટીપેરાસાઇટ દવા એટલે કે પરજીવીઓને મારવાની દવાએ કોરોના વાયરસને મારવામાં સફળતા મેળવી છે. આ કોરોના વાયરસની સારવારની દિશામાં મોટી સફળતા છે. આનાથી હવે ક્લિનિકલ ટ્રાયલનો રસ્તો ખુલી ગયો છે. એન્ટી વાયરલ રિસર્ચ જનરલમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દવાના માત્ર એક ડોઝથી ૪૮ કલાકમાં કોરોના ખતમ થઇ શકે છે.  નવી આશા જાગી છે. આ દિશામાં હજુ અભ્યાસ ચાલી રહ્યા છે.

(9:50 pm IST)