Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

આજે જ ડાઉનલોડ કરો -કોરોના વાયરસથી બચાવતી 'આરોગ્ય સેતુ' મોબાઇલ એપ

*ભારત સરકાર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા એક મોબાઇલ એપ - 'આરોગ્ય સેતુ' (AAROGYA SETU) બનાવેલ છે.

* આ મોબાઇલ એપ 'એપલ' કે 'એન્ડ્રોઇડ'કોઈપણ ફોનમાં ડાઉનલોડ કરી શકાય છે.

 *મોબાઇલ એપ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી તથા અન્ય પ્રાદેશિક ભાષામાં ઓપરેટ થાય છે.

* આ મોબાઇલ એપ જેમણે ડાઉનલોડ કરી છે, તેની નજીક જો કોરોનાગ્રસ્ત વ્યકિત આવશે તો આ મોબાઇલ એપ નોટિફિકેશનથી જાણ કરશે. જેથી અંતર જાળવી જીવન બચાવી શકાય.

*આ મોબાઇલ એપ ડાઉનલોડ કાર્ય પછી ૪-પ સરળ પ્રશ્નોની માહિતી ભરવાથી ચાલુ થાય છે.

* એકટીવ કર્યા પછી નીચે આવેલ શેરનાં ઓપ્શનથી આપણા મિત્રો સગા વ્હાલાને પણ એપની લીંક શેર કરી, તેમને પણ ડાઉનલોડ કરવા મદદ કરીને અમુલ્ય જીવન બચાવી શકાય છે.

* પરિવારનાં તમામ સભ્યોએ આ મોબાઇલ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે.

 ચાલો તમામ સ્માર્ટ ફોનમાં 'આરોગ્ય સેતુ'

 મોબાઇલ એપ ડાઉનલોડ કરાવીએ - એકટીવ કરાવીએ - કોરોના ફેલાતો અટકાવીએ - જીવન બચાવીએ

(4:03 pm IST)