Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

તબલીગીને ફંડિંગ સોર્સ અંગે માહિતી આપવા માટે આદેશ

વિદેશીઓની તમામ માહિતી આપવા માટે આદેશ : કહેવામાં આવે છે વાત નીકળી છે તો દુર સુધી જશે : હવે તબલીગી ઉર સકંજો મજબુત : તેની ગતિવિધીમાં તપાસ

નવી દિલ્હી, તા. ૪: કહેવામાં આવે છે ને કે વાત નિકળી છે તો દુર સુધી જશે. આ કહેવત હવે તબલીગી મામલે સાચી પડતી દેખાઇ રહી છે. કારણ કે તબલીગી જમાત અને તેના નિઝામુદ્દીન મરકજની હરકતના કારણે દુર દુર સુધી કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે. આવી સ્થિતીમાં તબલીગી પર સકંજો મજબુત કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે હવે મરકઝના મૌલાના સાદ કંધાલવી સહિત તબલીગી જમાતની કોર કમિટીના સાત સભ્યોને નોટીસ ફટકારી દીધી છે.  આ સાતેયની શોધખોળમાં રહેલી પોલીસને કહેવામાં આવ્યુ છે કે કોઇ પણ જગ્યાએ તપાસમાં ઘુસી જતા પહેલા તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. કારણ કે આ સાતેય પણ કોવિડ-૧૯થી પિડિત હોઇ શકે છે. મરરઝ પર સકંજો મજબુત કરવામાં આવી રહ્યો છે. બેંક ખાતા, પેન, ટેક્સની વિગતની માંગ કરવામાં આવી છે. પોલીસે તમામ માહિતી ઉપલબ્ધ કરાવવા માટેની સુચના જારી કરી દીધી છે. પોલીસે તેમની પાસેથી આલમી મરકઝ અને તેના નિઝામુદ્દીન સ્થિત હેડ ક્વાર્ટરના ફંડિંગના સોર્સની માહિતી માંગી છે. જમાતે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલો ટેક્સ ભર્યો છે તેમના ખાતામાં ક્યાં ક્યાંથી કેટલા પૈસા આવ્યા છે તેની  વિગત માંગવામાં આવી છે. આ તમામ માહિતીની સાથે સાથે તેમની પાસેથી પેનની માંગ પણ કરવામાં આવી છે. મરકઝના પ્રમુક મૌલાના સાદ અને અન્ય છ સભ્યોની પાસેથી એવા વિદેશી અને ભારતીય જમાતી લોકોની યાગી માંગવામાં આવી છે જે લોકોએ મરકઝમાં ભાગ લીધો હતો. ૧૧મી માર્ચથી ૧૩મી માર્ચ દરમિયાન આયોજિત મરકઝમાં ભાગ લેનાર તમામ લોકોની માહિતી માંગવામાં આવી છે. આ ખુબ મુશ્કેલરૂપ બાબત તેમના માટે રહી શકે છે. મરકઝની હરકતના કારણે જ કોરોનાના કેસોમાં ઉલ્લેખનીય વધારો ભારતમાં એકાએક થઇ ગયો છે. પોલીસ હવે આક્રમક રીતે આગળ વધી રહી છે.

(3:49 pm IST)