Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના ઇફેકટઃ સરકારે ઇ-વે બીલની વેલીડીટી લંબાવીઃ જીએસટી હેઠળ ઇનપુટ ટેકસ ક્રેડીટનો મામલો હાલ તુરત મુલત્વી

નવી દિલ્હી : સરકારે ઇ-વે બીલની વેલીડીટીની મુદત લંબાવી છે અને જીએસટી હેઠળ ૧૦ ટકા ઇનપુટ ટેકસ ક્રેડીટની અરજીની તારીખ લંબાવીને ૩૦ એપ્રિલ કરી હોવાનું જાણવા મળેલ છે. આ પગલાથી ઉદ્યોગોને રાહત થશેઃ ર૦મી માર્ચ અને ૧પ એપ્રિલ વચ્ચે ઇ-વે બીલની વેલીડીટી પુરી થવાની હતી તે ૩૦મી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે કે જેથી સપ્લાયને લગતા મુદાઓનો સામનો કરતી કંપનીઓને મદદ મળે આ ઉપરાંત સીબીઆઇસીએ ૧૦ ટકા ઇનપુટ ટેકસ ક્રેડીટ અંગેની અરજીની મુદત પણ લંબાવી છે.

(3:48 pm IST)