Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોવિડ-૧૯/ કોરોના કેસોમાં પ્રથમ નંબરે અમેરિકાઃ બીજા નંબરે સ્પેન અને ઇટાલી ત્રીજા ક્રમે

અમદાવાદ : કોરોના વાયરસે દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. WHOએમહામારી ઘોષિત કરેલા આ રોગનો દિવસેને દિવસે પ્રકોપ વધતો જાય છે. અમેરિકા જેવી મહાસત્તા પણ કોરોના સામે હાંફી રહી છે. દુનિયા મંદીમાં પહોંચી ગઈ છે. ઈટાલી, સ્પેન અને યૂરોપીય દેશોની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે જે દેશમાં કોરોનાનો ઉદ્બવ થયો તે ચીનની હાલત હાલ સ્થિર છે. આવો જાણીએ કોરોના વાયરસ અંગેની વૈશ્વિક સ્થિતિ.

કોરોનાવાઈરસને કારણે મોટા ભાગના ઉદ્યોગોમાં મંદી છે, પરંતુ અમુક ઉદ્યોગોમાં તેજી આવી છે. જેમ કે ફ્રાન્સમાં શબપેટી (કોફીન) બનાવનારાઓના કામમાં વૃદ્ઘિ નોંધાઈ છે.ફ્રાન્સના શબપેટી નિર્માણ કરતા સુથારોએ જણાવ્યુ હતુ કે સામાન્ય દિવસોમાં અમે રોજની ૫૦ શબપેટી બનાવતા હોઈએ છીએ. પરંતુ અત્યારના સમયે આઠગણુ વધારે ઉત્પાદન કરવું પડે છે, એટલે કે ૪૦૦ જેટલી શબપેટીઓનું નિર્માણ થાય છે.

વિશ્વમાં કુલ ૧,૦૯૯,૫૭૨ જેટલા કેસ કોરોનાનાં છે. આ ઉપરાંત ૫૯,૧૬૩ જેટલા મૃત્યુ નોંધાયા છે. વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકામાં છે જયારે બીજા નંબરે ઈટાલી અને સ્પેન છે. ઈટલીમાં કોરોના ૧.૨૦ લાખ અને સ્પેનમાં ૧.૧૯ લાખ લોકો સંક્રમિત છે. વધુમાં કોરોનાને કારણે ઈટલીમાં ૧૪,૬૮૧ લોકોના મોત થયા છે. તો સ્પેનમાં ૧૧,૧૯૮ લોકોના મોત થયા છે. જર્મનીમાં પણ ૯૧,૧૫૯ કોરોના પોઝિટિવ કેસ છે.

અમેરિકામાં કોરોનાના વાઇરસથી ૨૭ લાખથી વધુ લોકો સંક્રમિત છે. બીજી તરફ અહી એક દેશમાં સૌથી વધુ ૧૪૦૦ મોત થયા છે આ ઉપરાંત કોરોનાને કારણે કુલ મૃત્યુઆંક ૭૪૦૬ પર પહોંચી ગયો છે અમેરિકામાં ૧૨ હજારથી વધુ લોકો સાજા થયા છે.

(1:07 pm IST)