Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોનાનો મૃત્યુઆંક ૬૦,૦૦૦ કુલ કેસ ૧૧ લાખને પાર

અમેરિકામાં કોરોનાની તબાહીઃ ૨,૭૭,૫૨૨ પોઝીટીવ કેસઃ ૨૪ કલાકમાં ૧૫૦૦ના મોતઃ સ્પેનમાં ૧૧,૧૯૮ના મોત : ૨,૨૫,૯૦૪ સ્વસ્થ થયાઃ ઇટાલીમાં સૌથી વધુ ૧૪૬૮૧ મોત સિંગાપુરમાં પણ ૩૦ દિવસનું લોકડાઉનઃ ઇટાલીમાં ૨૪ કલાકમાં ૭૬૬ના મોત

નવી દિલ્હી,તા.૪: કોરોના વાયરસથી વિશ્વભરમાં અત્યાર સુધીમાં ૬૦,૦૦૦ લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યા ૧૧ લાખ પહોંચી છે. બીજી બાજુ બે લાખ ૨૮ હજાર ૪૦૫ વ્યકિત સ્વસ્થ પણ થયા છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૪૮૦ લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમણના ૩૨ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તેની સાથે જ અમેરિકામાં ૭ હજાર ૩૯૨ લોકોના મોત થયા છે. અને ૨ લાખ ૭૭ હજારના પોઝીટીવ કેસ છે.

ન્યુયોર્કમાં ત્રણ દિવસમાં મૃતકોની સંખ્યા બેગણી થઇ ગઇ છે. ત્યાં અત્યાર સુધીમાં ત્રણ હજારના મોત થાય છે અને આટલા દિવસોમાં ૧૪૨૭ પોઝીટીવ કેસ સામે આવ્યા છે.

દક્ષિણ અમેરિકી બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૧૪૬ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ પોઝીટીવની સંખ્યા વધીને ૯૦૫૬એ પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૦ દર્દીઓના મોત થયા છે. સતત ત્રીજા દિવસે મેરોનાા એક હજાર નવા કેસ નોંધાાયા છે.

સુત્રોના જાણાવ્યા મુજબ ઇટાલીમાં ૨૪ કલાકમાં ૭૬૬ લોકોના મોત થયા છે અને મૃત્યુંઆંક ૧૪,૬૮૧ સુધી પહોંચી ગયો છે. એક દિવસ પહેલા ત્યાં ૭૬૦ લોકોની મોત થયા હતા. ઇટાલીમાં આ મહીનાની શરૂઆતથી સંક્રમણના આંકડામાં ઘટાડો થયો છે.

આફ્રીકામાં કોરોનાનો પ્રકોપ વધતો જ જોવા મળી રહ્યો છે. ત્યાં અત્યાર સુધીમાં ૨૮૪ના મોત થયા છે અને અંદાજે ૭૦૨૮ પોઝીટીવ કેસના આંકડા છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન મૃત્યુંઆંકની સંખ્યા વધીને ૨૨૧થી ૨૮૪ થઇ ગઇ છે.

ઇરાકના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં અત્યાર સુધીમાં કોરોના ૮૨૦ કેસ નોંધ્યા છે. બીજી બાજુ ૫૪ ના મોત થયા છે. ૨૪ કલાક દરમ્યાન ૪૮ કેસ સામે આવ્યા છે.

જર્મનીમાં કોરોનાનો પગપેસારો તેજીથી વધી રહ્યો છે. જર્મનીમાં ૮૯,૮૩૮ પોઝીટીવ કેસ મળ્યા જ્યારે ચીનમાં આ આંકડો ૮૧,૬૨૦ છે. જર્મનીમાં અત્યાર સુધીમાં ૧૨૭૫ના મોત અને ૨૪,૫૭૫ સાજા થાય.

(3:26 pm IST)