Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ર.૭પ લાખથી વધુ લોકો કોરોનાગ્રસ્ત

અમેરિકામાં કોરોનાનું તાંડવઃ ર૪ કલાકમાં ૧૪૮૦ લોકોના મોતઃ કુલ મૃત્યુઆંક ૭૪૦૬ થઇ ગયો

વોશીંગ્ટન તા. ૪ :.. વિશ્વનું સુપરપાવર અમેરિકા કોરોના સામે લડવા ટૂંકુ પડી રહ્યું છે શુક્રવારે સૌથી વધુ ૧૪૮૦ લોકોના મોત થયા છે. આ અગાઉ ૧ દિવસમાં ગુરૂવારે ૧૧૬૯ લોકો મોતને ભેટયા હતાં.

અમેરિકામાં કોરોના વાયરસને કારણે લગભગ ર.૭પ લાખ લોકો સંક્રમિત છે. આ આંકડો બીજા દેશો કરતાં ઘણો વધારે છે આ સિવાય અત્યાર સુધીમાં ૭૪૦૬ લોકોના મોત થયા છે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

વિશ્વભરમાં કોરોનાના દર્દીઓ ૧૦ લખથી ઉપર થઇ ગયા છે. સંક્રમણ મામલે જર્મનીએ ચીનને પાછળ રાખી દીધુ છે. ત્યાં ૮૯૪પ૧ કેસ નોંધાયા છે. ચીનમાં ૮૧૬ર૦ કેસ હતાઃ મોતનાં મામલે સ્પેન અને ઇટાલી સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

(3:47 pm IST)