Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

તબલીગી જમાતે ફેરવ્યુ પાણી

એપ્રિલના અંત સુધીમાં દેશમાં કોરોના બિહામણું સ્વરૂપ લેશે

જમાતના કરતુતોને કારણે કહેર લંબાઈ શકે છેઃ કેસ સતત વધી રહ્યા છેઃ હવેનું સપ્તાહ મહત્વનું

નવી દિલ્હી, તા. ૪ :. તબલીગી જમાતના કરતૂતોના કારણે કોરોનાનો કહેર લાંબો ચાલી શકે છે. ભારતમાં તેની ટોચ હવે એપ્રિલના અંતિમ સપ્તાહ અથવા મે ના પહેલા અઠવાડીયામાં જોવા મળી શકે છે. સરકારનું માનીએ તો કોરોના વિરૂદ્ધની લડાઈમાં મોટાભાગે સફળતા મળી રહી હતી પણ તબલીગી જમાતે બધી ઉપલબ્ધિઓ પર પાણી ફેરવી નાખ્યું. આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે છેલ્લા બે દિવસોમાં તબલીગી જમાત સાથે સંકળાયેલા કોરોનાના ૬૪૭ દર્દીઓ જાહેર થયા. તબલીગી જમાતના કારણે દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારો થવાનુ કહેતા આઈસીએમઆરના એક સીનીયર વૈજ્ઞાનિકે શંકા દર્શાવી કે કોરોનાના દર્દીઓની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે. તેમણે કહ્યુ કે કોરોનાનો કહેર ચરમ પર એપ્રિલના અંત અથવા મે ની શરૂઆતમાં જોવા મળી શકે છે, એટલે કે ત્યાર પછી જ કોરોના દર્દીઓમાં ઘટાડો થવાનો શરૂ થશે. તેમના અનુસાર આગામી અઠવાડીયુ ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ત્યાર પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે. તેમણે કહ્યુ કે આવનારા એક અઠવાડીયામાં એ જાણ થશે કે તબલીગી જમાતના લોકો પોતાના સંપર્કમાં આવેલા કેટલા લોકો સુધી વાયરસ પહોંચાડી ચૂકયા છે. તેના આધારે ખબર પડશે કે આ ચેન કયાં સુધી જશે. લવ અગ્રવાલે કહ્યું કે તબલીગી જમાતના દર્દીઓ સિવાય લોકડાઉનને કારણે કોરોનાને ફેલાતો રોકવામાં મહદઅંશે સફળતા મળી છે અને તેના પરિણામ સ્વરૂપે નવા દર્દીઓની સંખ્યામાં વધારો ૫૦ ટકાથી ઓછો રહ્યો છે.

(11:39 am IST)