Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

બોલવા અને શ્વાસ લેવાથી પણ ફેલાય છે કોરોના

સામાજિક અંતર રાખવુ શા માટે જરૂરી છે ?: અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે બિમારી ફેલાવતા વાયરસ હવામાં મોજુદ હોય છે

વોશિંગ્ટન, તા. ૪ :. અમેરિકાની એક ઉચ્ચ કક્ષાની પેનલનું કહેવુ છે કે કોરોના વાયરસ મહામારી શ્વાસ લેવા અને વાત કરવાથી પણ ફેલાય શકે છે. પેનલે સૂચન કર્યુ છે કે બિમારી ફેલાવનાર વાયરસ એરબોર્ન (હવામા મોજુદ) છે. આ પહેલાના મુકાબલે હવે ઘણી સરળતાથી અને સુગમ રીતે લોકોની વચ્ચે ફેલાય રહ્યો છે.

વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે જ્યારે લોકો શ્વાસ છોડે છે તો તેનાથી પેદા થનાર અલ્ટ્રાફાઈન મિસ્ટ (ધૂંધ)માં વાયરસ જીવતા રહે છે. વિજ્ઞાન, એન્જીનીયરીંગ અને મેડીસીનની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હાર્વે ફીનબર્ગે એક પત્રમાં કહ્યુ છે કે વર્તમાન સંશોધન સીમીત છે. ઉપલબ્ધ અભ્યાસોના પરિણામ શ્વાસ લેવાથી થનાર વાયરસના પ્રસારને બતાડે છે.

આ સમિતિ અમેરિકી સરકારને વિજ્ઞાન અને ઉભરતી આવી બિમારીઓ અને અન્ય સાર્વજનિક સ્વાસ્થ્ય ખતરાઓથી સંબંધીત નીતિગત ફેંસલા લેવામા મદદ કરે છે. એક વાયરોલોજીસ્ટે કહ્યુ છે કે આનાથી એ સમજી શકાય છે કે વાયરસથી આટલી ઝડપથી કેમ ફેલાય રહ્યો છે અને તેનુ પ્રમાણ પણ મળી ગયુ છે. એમા સંપૂર્ણ રીતે લોકડાઉન અને સામાજિક અંતર રાખવાનું અત્યંત જરૂરી છે.

ખાસ કરીને ભારત જેવા વધુ વસ્તીવાળા દેશોમાં એરબોર્ન વાયરસ અને બેકટેરીયા વધુ સંક્રાત્મક અને ચિંતાનો વિષય છે.

અત્યાર સુધી વિજ્ઞાનિકોનુ માનવુ હતુ કે સાર્સ-કોવ ટુ જો કોવિડ-૧૯ વાયરસનું કારણ બને છે તે સંક્રમિત લોકોના ખાંસવા કે છીંક ખાવા પર ફેલાય છે. આ બિમારીના લક્ષણ તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ઠાકોડો હોય છે.

(10:15 am IST)