Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટીમાં કોરોનાની એન્ટ્રી : ધારાવીમાં મળ્યો પહેલો પૉઝિટીવ કેસ : કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વ્યક્તિનું મોત

ધારાવીના શાહૂ નગર વિસ્તારમાં મળ્યો કોરોના પૉઝિટીવનો 56 વર્ષીય દર્દી

 

મુંબઇ શહેરના પ્રસિદ્ધ વિસ્તારના શાહૂ નગરમાં પૉઝિટીવ દર્દી હોવાનું જાણવા મળ્યું છે. ઑફિસરોએ દર્દીને ક્વારન્ટીન સેન્ટરમાં શિફ્ટ કરવાનું શરૂ કર્યું છે. આ દર્દીને સાયન હોસ્પિટલથી કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જતી વખતે, રસ્તામાં તેનું મોત થયું હતું.

ધારાવીના શાહૂ નગર વિસ્તારમાંથી કોરોના પૉઝિટીવનો 56 વર્ષીય દર્દી મળ્યો છે બુધવારે સાંજે શાહૂ નગરની બિલ્ડીંગમાં કોરોનાનો દર્દી મળ્યો હતો  બીએમસીના અધિકારીઓએ તેને હૉસ્પિટલમાં શિફ્ટ કર્યો છે  તેના પરિવારના સભ્ય આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા અને બિલ્ડીંગ શીલ કર્યું છે

ધારાવીના જે વિસ્તારમાં દર્દી મળ્યો છે ત્યાં હજારોની સંખ્યામાં ઝૂપડપટ્ટીઓ છે. એવામાં વિસ્તારમાં સંક્રમણ ફેલાતા જોખમને જોતા અધિકારીઓની વચ્ચે હડકંપની સ્થિતિ બનેલી છે.

(12:19 am IST)