Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમેરિકા માટે આવનારા બે અઠવાડિયા ખુબ કઠિન અને દર્દનાક રહેશે : ટ્રમ્પની ચેતવણી

ટ્રમ્પએ વાઈરસની મહામારીના લીધે કઠીન દિવસો માટે તૈયાર રહેવા કહ્યું

 

વોશિંગટન : અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે આવનારા બે અઠવાડિયા દેશ માટે ખૂબ કઠિન છે. તેમણે લોકોને કોરોના વાઈરસની મહામારીના લીધે કઠીન દિવસો માટે તૈયાર રહેવા કહ્યું છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે વ્હાઈટ હાઉસે આવનારા દિવસોમાં કોરોના વાઈરસથી એક લાખ લોકોના મોત થવાની ચેતવણી આપી છે.

 કોરોના વાઈરસ પર ગઠિત વ્હાઈટ હાઉસ ટાસ્કફોર્સના સભ્ય ડેબોરાહ બ્રિક્સ દ્વારા આંકડાઓના આધાર પર તૈયાર અંદાજ બાદ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. જે મુજબ અમેરીકામાં જો 30 એપ્રીલ સુધી સામાજીક મેળાવડા પર લાગેલી રોકને સખ્તાઈથી લાગુ કરવામાં આવશે તો પણ એક લાખ લોકોનાં મોત થઈ શકે છે.

નોંધનીય છે કે, છેલ્લા દસ દિવસોથી કોરોના વાઈરસ પર વ્હાઈટ હાઉસમાં નિયમિત પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. તેમણે કહ્યું, આવનારા બે અઠવાડિયા આપણે ખુબ કઠિન સમયમાં જવાના છીએ અને તે બાદ આશા રાખીએ જેવું કે તજજ્ઞોનું અનુમાન છે. મારી જેમ ઘણાં લોકો અધ્યયન બાદ અનુમાન લગાવી રહ્યાં છે કે ખુબ કઠિન સમય હશે, અમને સુરંગના સામા છેડે થોડી આશાની કિરણ દેખાઈ રહી છે પરંતુ સમય ખુબ દર્દનાક હશે, આવનારા બે અઠવાડિયા ખુબ દર્દનાક હશે.

(12:13 am IST)