Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ભારત : કોરોના ફેલાવવાની સ્પીડ વધી, કેસની સંખ્યા વધીને ૧૯૦૦

ભારતમાં ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ નોંધાયો હતો : માત્ર બે મહિનામાં કેસોની સંખ્યા ૧૫૦૦થી વધારે અને ૧૪મી માર્ચ બાદથી કેસોની સંખ્યામાં અનેક ગણી તેજી : સ્થિતીને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો

નવી દિલ્હી, તા.૧ : દુનિયાની સાથે સાથે દેશમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસ ફેલાવવાની ગતિ હવે ભારતમાં વધારે ઝડપી બની રહી છે. ગઇકાલે મંગળવારના દિવસે ઘાતક કોરોનાના ૩૧૫ કેસો સપાટી પર આવ્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવ્યા હતા. તમિળનાડુમાં કેસોની સંખ્યા વધીને નવી સપાટી ઉપર પહોંચી હતી. તમિળનાડુમાં ૧૧૦ કેસ સપાટી ઉપર આવ્યા છે. આ તમામ તબલીગી જમાતથી પરત ફરેલા લોકો છે. તમિળનાડુમાં કુલ કેસોની સંખ્યા ૧૨૪ ઉપર પહોંચી ચુકી છે. આવી જ રીતે ગુજરાતમાં કેસોની સંખ્યા ૮૭ પર પહોંચી છે જ્યારે મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૩૩૫ ઉપર પહોંચી છે. આની સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૧૯૦૦થી ઉપર પહોંચી છે. જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે.  હાલમાં સરકાર કોમ્યુનિટી ટ્રાન્સમીશનના અહેવાલને રદિયો આપી રહી છે. સોમવારના દિવસે સંખ્યા ૧૩૪૭ હતી. જે મંગળવારના દિવસે વધીને ૧૬૦૦થી ઉપર પહોંચી ગઇ હતી. આજે કેસોની સંખ્યા ૧૯૦૦થી ઉપર પહોંચી હતી.

             ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. ત્યારબાદ બે મહિનામાં કેસોની સંખ્યા ૧૫૦૦ થઇ હતી. જ્યારે ત્યારબાદ ૧૪મી માર્ચ બાદ કેસોમાં એકાએક જંગી વધારો થયો છે. કુલ કેસો પૈકી ૪૦ ટકા કેસો છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયા છે.  મોતનો આંકડો વધીને ૩૨ ઉપર પહોંચી ચુક્યો છે. સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૧૦૨ ઉપર રહેલી છે. મોડી રાત સુધી કેસોમાં વધારો જારી રહ્યો હતો. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૩૩૫થી પણ ઉપર પહોંચી ચુકી છે જ્યારે રાજસ્થાનમાં કેસોની સંખાયા ૯૩ ઉપર પહોંચી છે. કુલ ૪૯ વિદેશી નાગરિકો પણ કોરોનાના સકંજામાં આવ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.  વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. દેશમાં ૧૦૩ લોકો સ્વસ્થ થઇને હોસ્પિટલમાંથી ઘરે જતા રહ્યા છે. ૩૯ના મોત થયા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.  ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે. 

                 દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. તમામ રાજ્યો અને જિલ્લાઓને સરહદ સીલ કરવાની સૂચના આપવામાં આવી ચુકી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી છે. ભારત સરકાર તરફથી લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. કોરોના કેસોની સંખ્યા વધતી રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં મંગળવારના દિવસે ૨૩ નવા કેસો નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસો નોંધાયા હતા. ભારતમાં મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસો હાલમાં સૌથી વધારે નોંધાયેલા છે. અહીં સ્થિતી ચિંતા ઉપજાવે તેવી છે. કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તમિળનાડુમાં તબલીગી સાથે જોડાયેલા આંકડા એકાએક વધી ગયા છે. દિલ્હીમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે.

દેશમાં કોરોના કેસ ક્યાં કેટલા

કોરોનાએ ભારતમાં સ્પીડ પકડી હોવાના દાવા

નવીદિલ્હી,તા. ૧ : દુનિયાની સાથે સાથે દેશમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસ ફેલાવવાની ગતિ હવે ભારતમાં વધારે ઝડપી બની રહી છે. ગઇકાલે મંગળવારના દિવસે ઘાતક કોરોનાના ૩૧૫ કેસો સપાટી પર આવ્યા હતા.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૪૦

૦૦

છત્તીસગઢ

૦૮

૦૦

દિલ્હી

૯૭

૦૧

ગુજરાત

૮૭

૦૧

હરિયાણા

૩૬

-

કર્ણાટક

૯૮

૦૦

કેરળ

૨૪૧

૦૮

મહારાષ્ટ્ર

૩૩૫

૦૩

ઓરિસ્સા

૦૩

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૧

૦૦

૧૧

પંજાબ

૩૮

૦૦

૧૨

રાજસ્થાન

૯૩

૦૨

૧૩

તેલંગાણા

૭૭

૧૦

૧૪

ચંદીગઢ

૦૮

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૫૫

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૧૦૮

૦૧

૧૮

ઉત્તરાખંડ

૦૭

૦૧

૧૯

બંગાળ

૨૬

૦૦

૨૦

તમિળનાડુ

૧૨૪

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૬૫

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૧૬

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૫

૦૦

૨૭

આંદામાન નિકોબાર

૧૦

૦૦

૨૮

ઝારખંડ

૦૧

૦૦

 

(9:38 pm IST)