Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દિલ્હીમાં કોરોનાના પરિણામે ૭૬૬ હોસ્પિટલમાં એડમિટ

૧૮૧૦ લોકો આઈસોલેશનમાં : અરવિંદ કેજરીવાલ : દિલ્હીમાં કુલ ૧૧૨ પોઝિટિવ કેસો પૈકીના એક વેન્ટીલેટર પર અને બે ઓક્સિજન સપ્લાય પર : અરવિંદ કેજરીવાલનો દાવો

નવી દિલ્હી, તા. ૧  : કોરોના વાયરસના વધતા જતાં કેસો વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિવાદોના ઘેરામાં આવી ગયા છે. આજે લોકડાઉનના આઠમાં દિવસે દેશભરમાં કઠોરરીતે નિયમો પાળવામાં આવ્યા હતા. ભારતમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. કેજરીવાલે કેટલીક ઉપયોગી માહિતી પુરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, મર્કજમાંથી કાઢવામાં આવેલા લોકોમાંથી ૫૩૬ લોકો હોસ્પિટલમાં છે. ૧૮૧૦ લોકોને આઈસોલેશન અથવા તો ક્વોરનટાઈનમાં રાખવામાં આવ્યા છે. કેજરીવાલના કહેવા મુજબ એકંદરે મર્કજમાંથી ૨૩૪૬ લોકોને બહાર કરવામાં આવ્યા છે. ૧૧૨ પોઝિટિવ કેસો પૈકી એક વેન્ટીલેટર પર છે. બે લોકો ઓક્સિજન સપ્લાય પર છે. ૧૦૯ લોકોની હાલત સ્થિર દર્શાવવામાં આવી છે. આજે સવાર સુધી દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૧૨૦ પર પહોંચી ચુકી છે. કોરોનાથી કુલ ૭૬૬ લોકોને દિલ્હીની જુદા જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

              કોરોના મહાસંકટ વચ્ચે ઓપરેશન જારી છે ત્યારે દિલ્હીમાં પણ વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. તબલીગી જમાત સાથે પાટનગર સહિત પાંચ ટ્રેનોમાં યાત્રા કરનાર હજારો યાત્રીઓની શોધખોળ પણ રેલવે દ્વારા હાથ ધરવામાં આવી છે. સ્થિતિ સમગ્ર વિશ્વમાં વિકટ બની ગઈ છે. આંધ્રપ્રદેશમાં છેલ્લા ૧૨ કલાકના ગાળામાં જ એવા ૪૩ નવા કેસ આવ્યા છે જે દિલ્હીના મર્કજથી પરત ફર્યા હતા. કેજરીવાલે એવી જાહેરાત પણ કરી છે કે, કોરોના સામેની લડાઈમાં જાનગુમાવનાર પરિવારને એક કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ ઉપરાંત કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, દિલ્હી સરકાર સ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતીના પગલા લઇ રહી છે. હાલમાં સૌથી મોટો વિષય નિઝામુદ્દીન મર્કજ સાથે સંબંધિત કાર્યક્રમ થઇ ગયો છે. તેમની શોધખોળ મોટાપ્રમાણમાં ચાલી રહી છે.

(7:35 pm IST)