Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

" કોવિદ -19 " : અમુક દવાઓની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટી જવાની શક્યતા : અમેરિકામાં વધી રહેલા કોરોના વાઇરસ કેસને કારણે ભારત સરકાર ઉપર દબાણ

ન્યુદિલ્હી : વર્તમાન કોરોના વાઇરસની દહેશતને કારણે ભારત સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધા છે.તેવા સંજોગોમાં અમેરિકન સરકાર ભારત સરકાર ઉપર અમુક દવાઓ મોકલવા માટે દબાણ કરી રહી હોવાનું જાણવા મળે છે.ખાસ કરીને અમેરિકામાં વધી રહેલા કોરોના વાઇરસના કેસ અને વરતાઈ રહેલી દવાઓની તંગીના કારણે અમુક પ્રકારની દવાઓ ની નિકાસ ઉપર પ્રતિબંધ હટી શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:28 pm IST)
  • મહારાષ્ટ્ર : કોરોનાના ૧૮ નવા કેસઃ ૧રના મોતઃ દર્દી સતત વધી રહ્યા છે access_time 11:41 am IST

  • રાજકોટમાં અચાનક સવારથી લોકોની અવર-જવર વધી ગઈ : શેરી - ગલીઓમાં છૂટથી આવ-જાઃ પોલીસની લાલ આંખ જરૂરી છે : સંખ્યાબંધ વિસ્તારમાંથી એવી વિગતો આવી રહી છે કે આજે સવારે ૯ - ૧૦ આસપાસ લોકોની રોજીંદી ધીમી પડેલ અવર-જવર વધવા લાગી છે : કદાચ પોલીસ અન્ય કામોમાં રોકાયેલી હોવાને લીધે આવુ બન્યુ હશે તેમ મનાય છે : જો કે આ બાબત ગંભીર પણ બની શકે છે : શેરી - ગલીમાં લોકોની ચહલ - પહલ વધતી માલુમ પડતા ચિંતાની લાગણી પ્રસરી છે : કોરોનાનો ભય વધવા છતાં લોકો બેદરકાર - લાપરવાહ બનતા જતા હોવાનું ચર્ચાય છે access_time 1:12 pm IST

  • આયુષ મંત્રાલયનો હવાલો આપી પીએમ મોદીએ ટવીટર કર્યુ હતુ કે ગરમ પાણી પીવાથી રોગ પ્રતિકારકતા વધી શકે છે. સરળ ઉપાયોથી શકિત વધે access_time 11:22 pm IST