Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાહતના સમાચારઃ લડાખમાં કોરોનાના કેસોમાં ૧૧ દિવસથી વધારો નથી

કોરોનાની દહેશત વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશ લડાખમાં લોકડાઉનની કડકાઈની અસર જોવા મળી રહી છે. શરૂઆતી તબકકામાં ઝડપથી વધેલ કોરોના સંક્રમિતોનો આંકડો છેલ્લા ૧૧ દિવસથી થંભી ગયો છે. દેશ- દુનિયાથી અલગ- થલગ લડાખ એર કનેકટીવીટી ઉપર વધુ નિર્ભર છે અને તેથી અહીં કોરોનાનું સંકટ વધુ હતુ પણ હાલ લડાખમાં બધી સીમાઓ સીલ છે. અહીં કુલ ૧૩ કેસો નોંધાયા છે. જેમાંથી ૩ રીકવર થઈ ગયા છે.

(3:39 pm IST)