Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ચાલુ વર્ષે ૨૧૯૦ પ્રચારકો વિદેશથી તબલીગી જમાતના કાર્યક્રમમાં આવેલા

નવી દિલ્હી,તા.૧: ગૃહ મંત્રાલય મુજબ આ વર્ષે લગભગ ૨૧૦૦ વિદેશી તબલીગી પ્રચારકો જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવ્યા. તેમાંથી ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, કિર્ગિસ્તાન જેવા દેશોના લોકો સામેલ છે. તબલીગી ગતિવિધિઓમાં ભાગ લેવા માટે ભારત આવનારા વિદેશી સાંથી પહેલા સામાન્ય રીતે દિલ્હીના નિઝામુદ્દીનમાં બંગલાવાળી મસ્જિદ સ્તિત તબલીગી મરકઝમાં રિપોર્ટ કરે છે ત્યારબાદ જ કોઇ ન્ય મરકઝમાં જાય છે. ગૃહમંત્રાલયે  જણાવ્યુ કે ૨૮ માર્ચે જ કેન્દ્રે તમામ રાજ્યોની પોલીસને કહ્યું છે કે તેઓ તબલીગી જમાતમાં ભાગ લેનાર લોકોની ઓળખ કરે અને તેમની મેડિકલ તપાસ કરી જરૂર પડવા પર કવોરન્ટાઇન કરે. મંત્રાલયે મંગળવારે જણાવ્યુ કે અત્યાર સુધીમાં દેશભરમાં ૨૧૩૭ લોકોની ઓળખ થઇ ચૂકી છે. તેમની મેડિકલ તપાસ થઇ રહી છે અને કવોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય મુજબ આવા હજુ વધુ લોકોની ઓળખ કરાઇ રહી છે.

તબલીગી જમાત શું છે?

ભારતમાં મોઘલ શાસનમાં કેટલાય લોકોએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. છતા તેઓ હિંદુ પરંપરા અને રીત-રીવાજ અપનાવી રહ્યા હતા. ભારતમાં અંગ્રેજોના શાસન પછી આર્ય સમાજે ફરી હિન્દુ બનાવવાનું અભિયાન આદર્યુ તો સામે મૌલાના ઇલિયાસ કાંધેલવીએ ઇસ્લામના શિક્ષણનું કામ શરૂ કર્યુ આ માટે મૌલાનાએ ૧૯૨૬-૨૭માં દિલ્હીના બસિત નિઝામુદ્દીન નામના વિસ્તારમાં તબલીગ જમાતની રચના કરી. ફરી હિંદુ ધર્મ અપનાવતા લોકોને ઇસ્લામાં જ રાખવા એ આ જમાતનું મુખ્ય કામ હતું. તબલીગી જમાતનો મતલબ થાય છે કે  અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરનારો ગૃહ એટલે તબલીગી જમાત.

ઘરે-ઘરે પ્રચાર કરે છે

જ્યારે મરકજનો મતલબ થાય તબલીગી જમાતને મળવાનું સ્થળ છે. તબલીગી જમાત સાથે જોડાયેલા લોકો પારંપરિક ઇસ્લામ ધર્મમાં માને છે. તબલીગા જમાતનું હેડકવાર્ટર દિલ્હીના બસતિ નઝામુદ્દીન વિસ્તારમાં જ છે. તબલીગી જમાતનું કામ આજે દુનિયાભરના ૨૧૩ દેશોમાં ચાલી રહ્યું છે. મરકજમાંથી જ અલગ અલગ જગ્યાએ જવા માટે જમાત નીકળે છે. ૩ દિવસ, ૫ દિવસ, ૧૦ દિવસ અને ૪૦ દિવસની પણ  જમાત સમૂહ હોય છે. એક જમાતમાં ૮ થી ૧૦ લોકો હોય છે, જેમાંથી ૨ લોકો જમવાનું બનાવે છે. જમાતના લોકો સવારે-સાંજે શહેરોમાં નીકળે છે. અને લોકોને નજીકની મસ્જિદમાં પહોંચવાનું કહે છે. મસ્જિદમાં લોકો પહોંચે એટલે તેમને રોઝા અને નમાજ પઢવાનું કહેવાય છે.

કઇ રીતે કામ કરે છે

સવારે ૧૦ વાગ્યે તેઓ હદીસ વાંચે છે અને નમાન વાંચે છે અને રોજ રોઝા રાખવા પર તેમનો ભાર વધારે  હોય છે. આ તબલીગ જમાતની રચનાએ સમયે બંગલાવાલી મસ્જિદમાં થઇ હતી. નાનકડી મસ્જિદની જગ્યાએ આજે વિશાળ ૭ માળની ઇમારત છે.જોકે ૧૯૪૭માં આ સંસ્થાને પાકિસ્તાન લઇ ગયા ઇલિયાસ કાંધેલવીને તે વખતના તેના ત્રણ સાથીદારોએ સમજાવેલ પણ તેઓએ કહ્યુ કે આ સંસ્થા ભારતમાં બની છે અને અહીં તેના જ પ્રચાર-કાર્ય કરશે તેમ કહી દેતા આજે આ સંસ્થા વિશ્વ સ્તરે ફેલાઇ ચૂકી છે અને આ લોકો બિન સુન્ની તરીકે ઓળખાય છે તેઓની વિચાર દ્વારા અલગ છે.

(1:16 pm IST)