Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

૨૩ જૂનથી શરૂ થતી અમરનાથ યાત્રા શરૂ થશે કે કેમ? ભારે દ્વિધા

એડવાન્સ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૧૫ એપ્રિલ સુધી સ્થગીત કરી દેવાઇ

જમ્મુ તા. ૧  શું આ વખતે અમરનાથ યાત્રા સંપન્ન થશે ખરી ? કોરોના વાઇરસની ભીતિએ આ વખતની આ મહાયાત્રા શરૂ થવા અંગે સંશય સર્જયો છે. હજુ સુધી તંત્ર તરફથી કોઇ જાહેરાત થઇ નથી પરંતુ એડવાન્સ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૧૫ એપ્રિલ સુધી સ્થગીત કરી દેવાના નિર્દેશ પછી આ શંકા વધુ દ્રઢ થતી જાય છે.

અમરનાથ યાત્રાની ૨૩ જુનથી શરૂ થનાર વાર્ષિક યાત્રા માટે નામ નોંધણીની પ્રક્રિયા ૧૫  એપ્રિલ સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. ૪૨ દિવસની આ યા્રા માટે રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં પંજાબ નેશનલ બેંક, જમ્મુ કાશ્મીર બેંક અને યસ બેંકની ૪૪૨ શાખાઓમાં એડવાન્સ નામ નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમરનાથ સાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી અનુપ સોનીએ ટવીટ કરી જણાવ્યું છે કે યાત્રા માટે નામ નોંધણી ૧૫ એપ્રિલ સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. ૩ ઓગષ્ટ સુધીમાં આ યાત્રા સંપન્ન થતી હોય છે. જેનું એડવાન્સમાં બૂકીંગ થાય છે જે આ વખતે સ્થગીત કરી દેવામાં આવ્યું છે.

(1:15 pm IST)