Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોનાની સામે જંગ જીતવા માટે નરેન્દ્રભાઇ મોદીને માતાના મળ્યા આર્શીવાદઃ હીરાબાએ કર્યુ ૨૫૦૦૦નું દાન

નવી દિલ્હી, તા.૧: કોરોના વિરૂધ્ધ જારી જંગમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીની અપીલ બાદ પીએમ રિલીફ ફંડમાં તેમની માતા હીરાબેનનો પણ સાથ મળ્યો છે. પીએમ નરેન્દ્રભાઇ મોદીની માતાએ પીએમ રિલીફ ફંડમાં દાન કર્યા ૨૫ હજાર રૂપિયા કોરોનાથી વિરૂધ્ધ માટે આગળ આવ્યા પીએમની માતા પોતાના સેવિંગ્સમાંથી ૨૫ હજાર રૂપિયાની રાશિ પીએમ રિલીફ ફંડમાં આપી, સોશ્યલ મીડિયા પર લોકોએ વખાણ કર્યા. પીએમની અપીલ પછી દુનિયાભરમાંથી આવી રહી છે મદદ, ઉદ્યોગપતિથી લઇને સેલેબ્સ કરી રહ્યા છે દાન, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પીએમ રિલીફ ફંડમાં તેમની માતાએ ૨૫ હજાર રૂપિયા દાન કર્યા. હીરાબા અત્યારે ગુજરાતના ગાંધીનગર ખાતે રહે છે અને સતત પોતાના દિકરા નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોને જોઇને તેમનું સમર્થન કરે છે.

પીએમ નરેન્દ્રભાઇ મોદીએ તેમની માતાએ આ રકમ પીએમ રિલીફ ફંડમાં દાન કર્યા છે. આ ફંડને પીએમ નરેન્દ્રભાઇ મોદીએ કોરોના પીડિતોની મદદ માટે બનાવ્યુ છે, જેમાં દુનિયાભરથી લોકો મદદ કરી રહ્યા છે. તમામ ઉદ્યોગપતિથી લઇને ઘણા સેલેબ્સના આ યોગદાન વચ્ચે હીરાબેનના આ યોગદાનની સોશ્યલ મીડિયા પર વાહવાહી થઇ રહી છે.

આ પહેલા પીએમ મોદીની માતાએ કર્મવીરોના યોગદાનને સલામ કરવા માટે પોતાના ઘરની બહાર આવીને થાળી વગાડી હતી. વૃધ્ધાવસ્થામાં પણ પોતાની માતાનું આ કામ જોઇને પીએમ મોદીએ તેમની માતાનો ફોટો ટવીટ કર્યો હતો.

(11:47 am IST)