Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

તબલીગના કાર્યક્રમનું ગુજરાત કનેકશનઃ તપાસનો ધમધમાટ

ભાવનગરથી કેટલાક લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી

નવી દિલ્હી, તા.૧: દિલ્હીમાં યોજાયેલા તબલીગી જમાતના નિઝામુદ્દીન મરકજના કાર્યક્રમમાં જેટલા પણ લોકોએ હાજરી આપી હતી તેમાંથી મોટાભાગના લોકો કોરોના વાયરસના સંક્રમણથી પીડિત સામે આવ્યા છે. આ પીડીતમાંથી ૧૦ લોકો તો મોતને પણ ભેટ્યા છે. દેશ-વિદેશના અલગ-અલગ ભાગમાંથી આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા લોકોમાં ગુજરાતના પણ કેટલાક લોકોનો સમાવેશ હોવાની આશંકા રાજય પોલીસવડા શિવાનંદ ઝાએ વ્યકત કરી છે અને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.

નોંધનીય છે કે દિલ્હીના તબલીગી જમાતના નિઝામુદ્દિન મરકજના કાર્યક્રમમાં દેશ-વિદેશના આશરે ૧૫૦૦ કરતા વધુ લોકોએ ભાગ લીધો હતો. નિઝામુદ્દિન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેનાર ભાવનગરના વ્યકિતનું કોરોના વાયરસના કારણે જ મોત નીપજયું હતું. હવે આ દ્યટસ્ફોટ થયા પછી ભાવનગર રેન્જ આઈજીએ લ્ત્વ્ની રચના કરી છે અને આ કાર્યક્રમમાં ભાગ લેનારની શોધખોળ કરી કવોરન્ટિન કરવા માટે તપાસ હાથ ધરી છે.

ગુજરાત રાજય પોલીસવડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, દિલ્હીના નિઝામુદ્દિનમાં થયેલા ધાર્મિક આયોજનમાં ગુજરાતના પણ કેટલાક લોકોની હાજરી હતી. જે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાનું એક માધ્યમ બન્યા છે. ગુજરાતમાંથી જેટલા પણ લોકોએ હાજરી આપી હતી. તેટલા લોકોની ઓળખ માટે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે અને તપાસમાં એ ઘટસ્ફોટ થયો છે કે ભાવનગરથી કેટલાક લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, 'અમે જાણીએ છીએ કે ગુજરાતથી કેટલાક લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મુદ્દે પગલા લેવાનું જણાવ્યું છે. અમદાવાદના ક્રાઈમ બ્રાંચ ડીસીપી દિપેન ભદ્રન સાથે એટીએસને પણ તેવા લોકો (જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી)ની ઓળખ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

(10:51 am IST)