Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોના ટેસ્ટ કીટને કેન્દ્ર સરકારની મંજૂરી : ઓનલાઇન બુકિંગ શરુ : આખા દેશ માટે ઉપલબ્ધ કરાવવા આવશે

ટેસ્ટ સમયે ફોટો આઈડી કાર્ડ, એક વેલિડ ડોક્ટરની પર્ચી, ડોક્ટરનું ભરેલું ફોર્મ સાથે લાવવું પડશે.

બેંગ્લુરુ : કોરોના વાયરસના ટેસ્ટ માટે બનાવેલી કોરોના ટેસ્ટ કીટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે સરકાર પાસેથી મંજૂરી મળ્યા પછી તેની માંગણી ઘણી વધી છે અને  ઓનલાઇન બુકિંગ પણ શરુ થઈ ગયું છે. જે રીતે કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે આવા સમયે સૌથી વધારે જરુરી સોશિયલ ડિસ્ટેસિંગ બનાવી રાખવાનું છે. આ તેમાં સૌથી વધારે સફળ સાબિત થાય છે

      બેંગલુરની પ્રેક્ટો કંપનીએ કહ્યું છે કે Covid-19 ટેસ્ટ કરાવવા માટે ઓનલાઇન ટેસ્ટ બુક કરાવી શકો છો. આ કિટની કિંમત 4500 રુપિયા છે. ભારત સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ અને મેડિકલ રિસર્સ એટલે કે ICMRએ પણ તેને મંજૂરી આપી છે.
       કંપનીએ આ માટે થાયરોકેયર સાથે પાર્ટનરશિપ કરી છે. ડિજિટલ હેલ્થકેયર પ્લેટફોર્મ પ્રેક્ટોએ શનિવારે કહ્યું કે Covid-19ની જાણ માટે થાયરોકેયર સાથે પાર્ટનરશિપ કરી છે. આ એક ગાયગ્નોસ્ટિક લેબ છે. પ્રેક્ટોએ કહ્યું કે હાલ મુંબઈના લોકો માટે ટેસ્ટ ઓનલાઇન ઉપલબ્ધ છે અને જલ્દી તેને આખા દેશ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
         ટેસ્ટ સમયે ફોટો આઈડી કાર્ડ, એક વેલિડ ડોક્ટરની પર્ચી, ડોક્ટરનું ભરેલું ફોર્મ સાથે લાવવું પડશે. પ્રેક્ટોના ચીફ હેલ્થ સ્ટ્રેટજી ઓફિસર અલેકઝેન્ડર કુરુવિલે એક નિવેદનમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણ દેખાય તો આસાનીથી તપાસ કરાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે સરકાર સતત લેબ અને ટેસ્ટિંગ સેન્ટરના વિસ્તાર પર ઉપર પણ કામ કરી રહી છે.
         કુરવિલે કહ્યું હતું કે અમે થાયરોકેયર સાથે પાર્ટનરશિપ કરી છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ તપાસને કરવી વધારે જટીલ નથી. કોઈપણ આસાનીથી તપાસ કરી શકે છે. અમે વધારેમાં વધારે એવા ક્ષેત્રોની ઓળખ કરી રહ્યા છીએ જ્યાં પ્રેક્ટો પહોંચી શકે. આ ડોક્ટરની સલાહ, મેડિકલ કિટની ડિલીવરી અને ટેસ્ટિંગ તરીકે હોઈ શકે

(12:00 am IST)