Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

બહુ હરખાતા નહીં : એશિયન દેશોમાં મોટાપાયે પ્રસરી શકે છે કોરોના : તૈયારીઓ શરૂ કરો : WHOની ચેતવણી

મહામારીનું જોખમ એશિયા પેસિફિક ક્ષેત્રમાં સહેજ પણ ઓછું થયું નથી: લડાઈ લાંબી રહેશે

બેઇજિંગ : કોરોના વાયરસે  ભારત સહિતના વિશ્વભરને ઝપટમાં લીધું છે ત્યારે એશિયા પેસિફિક ક્ષેત્રમાં કોરોના વાયરસ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મોટી ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એશિયાના દેશો માટે ચેતવણી જાહેર કરી છે કે મોટા પાયે સામાજિક સ્તરે કોરોના પ્રસરાઈ શકે છે. એશિયાના દેશોએ મોટાપાયે તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ

વિશ્વ આરોગ્ય સંસ્થાના એશિયા-પેસેફિક રિજ્યનના ડાયરેક્ટર તાકેશી કસાઈ બોલ્યા કે કોરોના મહામારીનું જોખમ આ ક્ષેત્રમાંથી સેજ પણ ઓછું થયું નથી.

તેમણે કહ્યું કે આ લાંબી લડાઈ રહેશે. એશિયા-પેસિફિક ક્ષેત્રના દેશોએ લાંબી લડાઈ માટે તૈયાર રહેવું આપણે હથિયાર હેઠા મૂકી દેવા જેવી સ્થિતિમાં ન તો છીએ કે ન તો નજીકના ભવિષ્યમાં આવીશું. આપણે દરેક દેશોને મોટાપાયાના કમ્યુનિટિ સ્પ્રેડ માટે તૈયાર રહેવું જોઈએ

તેમણે ઉમેર્યુ કે 'એશિયા પેસિફિક વિસ્તારના અમૂક દેશો એવા છે કે જેમના રિસોર્સિસ ખૂબ જ ઓછા છે. આવા દેશોમાં વાહનવ્યવહાર બંધ છે તેથી સહાયતા પહોંચચાડવામાં સમસ્યા થઈ રહી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેકનિકલ એડવાઇઝર મેથ્યૂ ગ્રીફિથે ઉમેર્યુ હતું કે જે દેશોએ પોતાનો કોરોના ગ્રાફ તળિયે પહોંચાડ્યો તેમના નિયમોને અને એક્શનનો અમલ તમામ દેશોએ કરવો જોઈએ. પરંતુ હજુ પણ નવા નવા વિસ્તારોમાં કોરોનાના કેસો વધવાની શક્યતા છે.

(12:00 am IST)