Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોના સામે વિજય બાદ બેકારી બૉમ્બ ફૂટશે: રોજગારીનું મોટું સંકટ સર્જાશે :13.6 કરોડ નોકરીઓ જોખમમાં મુકાશે

ઉદ્યોગોના સંગઠન સીઆઈઆઈનો ચિતા જગાડતો ચોંકાવનારો અહેવાલ

નવી દિલ્હી : કોરોના વાયરસ સામેના જંગ બાદ રોજગારી સૌથી મોટી સમસ્યા તરીકે ઉભરશે કોરોનાને પરાસ્ત કર્યા બાદ રોજગારીનું મોટું સંકટ સર્જાઈ શકે છે ઉદ્યોગોના સંગઠન સીઆઈઆઈ કોંફડરેશન ઓફ ઇન્ડિયન ઇન્દ્રસ્ટ્રીઝએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં વાયરસ સમાપ્ત થયા બાદ આર્થિક સંકટ આવી શકે છે. જો વેપાર જગતમાં રિકવરી આવતા ઑક્ટોબર કરતાં વધુ સમય વીતી જશે તો એકલા પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં જ 2 કરોડ નોકરી જોખમમાં મૂકાઈ જશે.

 

       મીંટના અહેવાલ મુજબ દેશની 13.3 કરોડ બિનખેતીલાયક નોકરીઓ સીધી કે આડકરી રીતે સંકટમાં છે. નેશનલ સેમ્પલ સર્વે અને પિરિયોડિક લેબર ફોર્સ સર્વેનાં આંકડા સૂચવે છે કે જે લોકો પાસે લેખિત કરાર આધારિત નોકરી કે ચોપડે ક્યાંય નામ નથી તેવા મજૂરો, કે રોજમદારોની નોકરી પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે.
દેશમાં ટૂંકા કરારા આધારિત નોકરી કરનારાઓ અને કરાર વગરના રોજમદારોની સંખ્યા લાખોમાં છે. દેશમાં 50 લાખ કામદારોની નોકરી એક વર્ષથી ઓછા સમયના કરાર આધારીત છે.

(12:00 am IST)