Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

માથે પોપટ સાથે ચાલવા માટે નીકળેલો ડોગી સોશ્યલ મીડિયામાં સ્ટાર

લંડન,તા.૩૧: ટ્વિટર પર જાતજાતના ફની વિડિયો અને તસવીરો ફરતા રહેતા હોય છે. છેલ્લા એક-બે દિવસથી એક ડોગી સ્ટાર થઈ ગયો છે. રેકસ ચેપમેન નામના ટ્વિટર યુઝરે ટૂંકી વિડિયો કિલપ શેર કરી છે જેમાં સનગ્લાસ પહેરેલો એક ડોંગી લટકમટક ચાલે છે અને એના કોલર પર પોપટ બેઠો-બેઠો કલબલ કરે છે. પહેલી નજરે જોતાં એવું લાગે છે કે બન્ને વચ્ચે ગાઢ મૈત્રી હોવી જોઈએ કેમ કે બન્ને પોતપોતાની મસ્તીમાં ચાલી રહ્યા છે. રેકસનું કહેવું છે કે આ ડોગી અવારનવાર આમ ફરતો જોવા મળે છે અને સ્થાનિકોમાં એ જબરો પ્રિય છે. જોકે સોશ્યલ મીડેયા પર એની કિલપ ફરતી થઈ એ પછી તો ભાઈસાહેબ ત્યાંય ખોબલેખોબલે લાઇકસ મેળવે છે.

(11:34 am IST)