Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

યૌન ઉત્‍પીડન પછી અમેરિકામાં ભારતીય મૂળની ૧૯ વર્ષની વિદ્યાર્થીનીની હત્‍યાઃ આરોપીની ધરપકડ

         અમેરિકાના શિકાગોમાં પોલીસએ ભારતીય મૂળની ૧૯ વર્ષીય વિદ્યાર્થીની રૂથ જોર્જની  હત્‍યાના મામલામાં ર૬ વર્ષીય આરોપી ડોનલ્‍ડ થુરમેનની ધરપકડ કરીછે.

         પોલીસના જણાવ્‍યા મુજબ  યૌન ઉત્‍પીડન કર્યા પછી ગળું દાબીને રૂથીની હત્‍યા કરવામાં આવી હતી. પોલીસએ કહ્યું આરોપીની પુછપરછ દરમ્‍યાન પોતાના ગુનાનો સ્‍વીકાર કર્યો છે.

 

(12:06 am IST)