Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ઓએમજી.....દુનિયામાં પ્રથમવાર આઇવીએફ ટેક્નિકની મદદથી દેડકાનો જન્મ કરાવવામાં આવ્યો

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ મેડિકલ જગતમાં એક નવી જીત હાસીલ કરતા દુનિયાના પ્રથમ ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે આઇવીએફ ટેક્નિકથી દુર્લભ ઓલફ દેડકાને જન્મ અપાવ્યો છે. આ પ્રજાતિ 1987થી વિલુપ્તીની કગાર પર હોવાનું માલુમ પડી રહ્યું છે ઓલફ દેડકાની પ્રજાતિથી બચવા માટે અમેરિકાના ટેક્સાસ સ્થિત ફોર્ટ વર્થ પક્ષીઘર અને મિસિપીપપ્પી સ્ટેટ યુનિવર્સીટીના શોધકર્તાઓએ મળીને આ કામ કર્યું છે.

                     શોધકર્તાઓએ પ્રજનન માટે 6 નર દેડકાને ફ્રોઝન સીમનથી બે માદાને ઈંડાને નિષેચિત કરવામાં સફળતા મેળવી છે આઈવીએફની મદદથી જન્મેલ આ દેડકાનું વજન માત્ર 6 ગ્રામ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:18 pm IST)