Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અલ્બાનિયામાં 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા: બેના મૃત્યુ: 150 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અલ્બાનિયામાં મંગળવારના રોજ 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. જેના કારણોસર તિરાના અને  તટીય વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ ભૂકંપનું કેન્દ્ર રાજધાની તિરાનાથી 30 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

               રક્ષા મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપના કારણોસર લોકો ઘરની બહાર કૂદી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. તેમજ એક શખ્સ પર બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થતા તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(6:18 pm IST)