Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મિસ્ત્રમાં નાઇટ્રોજન પ્લાંટની ઝડપમાં 80 લોકો બીમારિના ભરડામાં

નવી દિલ્હી: મિસ્ત્રમાં અવ્સ્ન શહેર નજીક એક યુવતીઓની શાળામાં નાઇટ્રોજન પ્લાંટમાં ગેસની ઝડપના કારણે એક શિક્ષક સહીત 80 વિદ્યાર્થીનીઓની હાલત બગડી ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

                         મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક સ્થાનિક રાસાયણિક કંપનીમાં એક નાઇટ્રોજન મશીનમાં ખરાબી આવી જવાના કારણોસર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી  જેના કારણોસર 80 વિદ્યાર્થીનીઓ આ બીમારીની ઝપેટમાં આવી ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:16 pm IST)